ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: ક્લબ બનાવવાના નામે લાખો રૂપિયા ઉઘરાવી અનેક લોકો સાથે ઠગાઇ કરાઇ

  • પોલીસે તમામ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી
  • સંજય મોવલીયા સહિત અન્ય ભાગીદારો સામે ઠગાઇનો ગુનો
  • મેમ્બરોએ આ ક્લબમાં જોઇન થવા માટે નાણા આપ્યા હતા

ગુજરાતના સુરત શહેરમાં ક્લબ બનાવવાના નામે લાખો રૂપિયા ઉઘરાવી અનેક લોકો સાથે ઠગાઇ કરાઇ છે. જેમાં બેંકે ક્લબની જમીન હરાજીમાં વેચી દેતા અનેક લોકો સાથે ઠગાઇ થઇ છે. રાજગ્રીન ગ્રુપના સંજય મોવલીયા, અલ્પેશ કોટડીયા સહિત અન્ય ભાગીદારો સામે ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: સુરતમાં લીવર આપી બહેને સાચા અર્થમાં ભાઈની કરી ‘રક્ષા’

સંજય મોવલીયા સહિત અન્ય ભાગીદારો સામે ઠગાઇનો ગુનો

સુરત શહેરના વેસુ વિસ્તારમાં લા કાસા લ્યુસિડો ક્લબ બનાવવા માટે લોકો પાસેથી મેમ્બર બનાવીને લાખો રૂપિયા ઉઘરાવીને રાજગ્રીન ગ્રુપ દ્વારા બેંકમાં રૂપિયા જમા નહીં કરાતા બેંક દ્વારા ક્લબની મિલકતોને હરાજીથી વેચી દેતા અનેક લોકો સાથે ઠગાઇ થઇ છે. આ મામલે અલથાણ પોલીસે રાજગ્રીન ગ્રુપના સંજય મોવલીયા સહિત અન્ય ભાગીદારો સામે ઠગાઇનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મેમ્બરોએ આ ક્લબમાં જોઇન થવા માટે નાણા આપ્યા હતા

અલથાણ પોલીસ મથકના સુત્રો દ્રારા પ્રાપ્ત વિગત મુજબ ન્યુ સીટીલાઇટ વીવીઆઇપી રોડ ઉપર આવેલ શ્યામ મંદિર પાસેના સુપીરીયા હાઇટ્સમાં રહેતા અને સીએ તરીકે વ્યવસાય કરતાં તેજસ રઘુવીર અગ્રવાલએ પોલીસ ફરિયાદ કરતાં જણાવ્યુ છે કે અડાજણ સ્થિત રોયલ ટ્રેડ સેન્ટરમાં ઓફિસ ધરાવતા રાજગ્રીન ગ્રુપના સંજય મોવલીયા સહિતે વેસુ ખાતેના સર્વે નં.153 ની જમીન ઉપર લા કાસા લ્યુસિડો ધ ફેમિલી કલબ બનાવવા પ્રલોભન આપ્યુ હતુ. જેમાં તેજસ અગ્રવાલ સહિત મેમ્બરોએ આ ક્લબમાં જોઇન થવા માટે નાણા આપ્યા હતા.

પોલીસે તમામ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી

દરમિયાન તેજસ અગ્રવાલે શરૂઆતમાં રૂપિયા 3,87,360 ચુકવ્યા હતા. ઉપરાંત સંજય મોવલીયા સહિત ભાગીદારોએ રાજગ્રીન ગ્રુપ ઓફ હોસ્પિટાલીટીની ડયુઅલ કબલમાં મેમ્બરશીપ મેળવવા માટે કાર્ડ ઇસ્યુ કર્યા હતા. અન્ય 16 જેટલા મેમ્બરો પાસેથી પણ કુલ રૂ.19,49,060 ની રકમ લીધી હતી. પરંતુ સમયાંતરે રાજગ્રીન ગ્રુપે કલબ બનાવી ન હતી. અને આ મેમ્બરોને નાણા પરત કર્યા ન હતા. વેસુ ખાતે કલબ બનાવવાનું માંડી વાળતા આ જમીન ઉપર લીધેલી લોનના હપ્તા પણ ભરવામાં આવ્યા નહીં હોવાથી બેંક ઓફ બરોડાએ અન્ય પાર્ટીને બારોબાર જમીન વેચી દીધી હતી. આમ,લા કાસા લ્યુસિડો કલબના નામે નાણા ઉઘરાવી લઇને તેજસ અગ્રવાલ સહિત અનેક મેમ્બરો પાસેથી માતબર રકમ ઉઘરાવી લીધા પછી પરત નહીં કરીને છેતરપિંડી આચરી હતી. જેના પગલે તેજસ અગ્રવાલ સહિત સભ્યોએ અલથાણ પોલીસ મથકમાં રાજગ્રીન ગ્રુપના ભાગીદારો સંજય પરશોત્તમ મોવલીયા, અલ્પેશ ગોકળભાઇ કોટડીયા, મનોજ પરશોત્તમ મોવલીયા, મિતેશ મકોડભાઇ મોવલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button