ગુજરાત: બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાના ચાલતા આંતરરાજ્ય રેકેટનો અનેક એકાઉન્ટધારકો ભોગ બન્યાની ચર્ચા
- પોતાના ખિસ્સા ભરીને કેન્દ્ર અને રાજ્ય સરકારને મોટું આર્થિક નુકસાન
- પોલીસ અધિકારીઓની સંડોવણી અને મોટું રેકેટ બહાર આવવાની શક્યતા
- બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા બાદ લાખો રૂપિયા પડાવ્યા
ગુજરાતના બેંક ખાતા અન્ય રાજ્યમાં અન્ય રાજ્યના ગુજરાતમાં ફ્રીઝ કરવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાના ચાલતા આંતરરાજ્ય રેકેટનો અનેક એકાઉન્ટધારકો ભોગ બન્યાની ચર્ચા છે. જેમાં બેંકના કર્મીઓ પાસેથી 20 લાખથી વધુ ટ્રાન્ઝેક્શનના ખાતાની વિગતો લીધા બાદ કાવતરું ઘડાય છે.
આ પણ વાંચો: અંબાજીમાં માતાજીની 100 ફૂટ ઊંચી અને 80 ફૂટ પહોળી લાઈટવાળી વિરાટ પ્રતિમા બનાવાશે
પોલીસ અધિકારીઓની સંડોવણી અને મોટું રેકેટ બહાર આવવાની શક્યતા
પોલીસ અધિકારીઓની સંડોવણી અને મોટું રેકેટ બહાર આવવાની શક્યતા છે. બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા બાદ લાખો રૂપિયા પડાવીને બેંક ખાતું અન ફ્રીઝ કરવાના આંતરરાજ્ય રેકેટનો અનેક એકાઉન્ટધારકો ભોગ બન્યાની ચર્ચાએ જોર પકડયું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટ કોર્ટમાં અરજી કરવાથી ખૂલતા હોવાની કાયદેસરની પ્રોસિજર હોવા છતાં પણ એકાઉન્ટ ધારક પોલીસને ડાયરેક્ટ મળીને વ્યવહાર કરે તો તેનું એકાઉન્ટ પોલીસ દ્વારા જ અનફ્રીઝ કરી દેવાતું હોવાના અનેક દાખલા છે. આ આંતરરાજ્ય કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરાય તો અનેક પોલીસ અધિકારીઓની સંડોવણી અને મોટું રેકેટ બહાર આવવાની શક્યતા છે.
આ પણ વાંચો: ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનું કોઈ પ્રતિનિધિત્વ નહીં રહે!
પોતાના ખિસ્સા ભરીને કેન્દ્ર અને રાજ્ય સરકારને મોટું આર્થિક નુકસાન
દેશના જુદા જુદા રાજ્યોના સાઇબર સેલના અમુક અધિકારીઓ એકબીજાના સંપર્કમાં રહીને તેઓના રાજ્યોના શંકાસ્પદ બેંક ખાતાની વિગતોની આપ લે કરી એકાઉન્ટ ફ્રીઝ કરવાની ગેરકાયદે મોડસ ઓપરેન્ડી અપનાવી પૈસા પડાવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ આ આંતરરાજ્ય કૌભાંડનો અનેક એકાઉન્ટધારકો ભોગ બન્યાની ચર્ચાએ શરૂ થઈ છે. જોકે, જે લોકો પાસેથી પૈસા પડાવવામાં આવ્યા તેમાંથી મોટા ભાગના લોકો જુગારની પ્રવૃત્તિ કે અન્ય બેનંબરી ધંધામાં સંડોવાયેલા હોવાથી આ મામલે કોઈ કાર્યવાહી કરવા તૈયાર હોતા નથી. જેનો લાભ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓએ ઉઠાવીને કાર્યવાહી કરવાની જગ્યાએ પોતાના ખિસ્સા ભરીને કેન્દ્ર અને રાજ્ય સરકારને મોટું આર્થિક નુકસાન કર્યું છે.