ખાલિસ્તાનીઓએ બે હજાર મેસેજમાંથી સૌથી વધુ જ્યુડિશિયરી, સરકારી અધિકારીઓને મોકલ્યા છે. તથા પ્રિ-રેકોર્ડેડ ક્લિપ ધમકીભર્યા મેસેજ મોકલવાના કાવતરામાં વધુ ખુલાસા થયા છે. બન્ને આરોપીઓને મેટ્રોપોલિટન કોર્ટે વધુ ચાર દિવસના રિમાન્ડ પર ધકેલ્યા છે. તેમજ પોલીસે બન્ને આરોપીઓના વધુ 10 દિવસના રિમાન્ડ માગતી અરજી કરી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચે ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ રમાવાની હતી. ત્યારે 8મી માર્ચે રાત્રે રાજ્યમાં બે હજારથી લોકોને ધમકીભર્યા પ્રિરેકોર્ડેડ ક્લિપ મેસેજ થકી ખાલિસ્તાની દ્વારા મોકલવામાં આવી હતી. ત્યારે આ મામલે ઝડપાયેલા બે આતંકીઓ પાસેથી એવી વિગત ખુલી છે કે, 2 હજાર પૈકી સૌથી વધુ મેસેજ જ્યુડિશિયરી અને સરકારી અધિકારીઓને મોકલાયા હતા.
આ પણ વાંચો: ગુજરાત: એપ્લિકેશન ડાઉનલોડ કરાવી કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા પકડાયા
આરોપીઓના વધુ 10 દિવસના રિમાન્ડ માગતી અરજી કરી
બીજી તરફ્ પકડાયેલા આરોપીઓ રાહુલ હરિપ્રસાદ દ્વિવેદી અને નરેન્દ્રકુમાર ઓમપ્રકાશ કુશ્વાહને મેટ્રો. કોર્ટે વધુ ચાર દિવસના રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો છે. મેચ પહેલાં ધમકીભર્યા મેસેજ મોકલવા મામલે સાઇબર ક્રાઇમ બ્રાન્ચે રાહુલ હરિપ્રસાદ દ્વિવેદી અને નરેન્દ્રકુમાર ઓમપ્રકાશ કુશ્વાહ( બન્ને રહે.મધ્યપ્રદેશ)ના રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં પોલીસે બન્ને આરોપીઓના વધુ 10 દિવસના રિમાન્ડ માગતી અરજી કરી હતી. જે અંગે દલીલ કરતા સરકારી વકીલ જયેશ યાદવે એવી દલીલ કરી હતી કે, પ્રીરેકોર્ડેડ વોઇસ ક્લીપનો ઉપયોગ કર્યો છે ખાલિસ્તાન ચળવળના નામે શીખ ફેર જસ્ટિસ ઓર્ગેનાઇઝેશન ચલાવતા ગુરપતવંતસિંઘ પન્નુનો અવાજ જણાય છે, જેને 1 જૂન 2020થી આતંકી જાહેર કરવામાં આવ્યો છે, તો આ આરોપીઓ પાસે પ્રીરેકોર્ડેડ વોઇસ ક્લીપ કેવી રીતે આવી?, આરોપીઓની આ કેસના મુખ્યસુત્રધાર ગુરપતવંતસિંઘ પન્નુ બીજા કયા આતંકી સંગઠનો સાથે સંકડાયેલો છે?.
આ પણ વાંચો: રાહુલ ગાંધી 23મી માર્ચે સુરત આવશે, જાણો શું છે કારણ
આરોપીએ ટ્વીટર આઇડીનો ઉપયોગ કર્યો
આરોપીઓનું સંગઠન બીજા કયા કયા દેશોમાં સક્રિય છે અને તેમને કોણ આર્થિક સહાય પુરી પાડે છે? આરોપીઓએ ભારતમાં આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાનું કોઇ કાવતરું ઘડયું છે? આરોપીઓએ જ્યુડિશરી અને ઉચ્ચ હોદ્દા પર સંકડાયેલા લોકોને વોઇસ ક્લીપના ધમકી ભર્યા કોલ કર્યા હતા તો તેમની પાસે નંબર ક્યાંથી આવ્યા?, આરોપીઓએ જીએસએમ ગેટવે (સીમબોક્સ) 11 મળ્યા છે આ સિવિય બીજા બે બોક્સ તેમણે મધ્યપ્રદેશમાં છુપાવ્યાનું કબુલ કરે છે તો તે ક્યાં છે?, આરોપીઓ પાસેથી મળેલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસનું ટેક્નીકલ એનાલીલસમાં આરોપીઓની હાજરી જરૂર છે, આરોપીઓ પાસેથી સિમકાર્ડ મળ્યા છે તેમણે ક્યાંથી કોની પાસેથી અને કેવી રીતે મેળવ્યા છે?, આરોપીએ ટ્વીટર આઇડીનો ઉપયોગ કર્યો છે તે કોનુ છે અને કોને બનાવ્યું છે.
આ પણ વાંચો: 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 37 તાલુકામાં કમોસમી વરસાદ
આરોપીઓની અમદાવાદ સિવાય દિલ્હીના ગુનામાં પણ સંડોવણી ખુલી
આરોપીઓની અમદાવાદ સિવાય દિલ્હીના ગુનામાં પણ સંડોવણી ખુલી છે ત્યારે આ સિવાય તેમણે કોઇ ગુના આચર્યા છે કે નહીં સહિતના મુદ્દાની તપાસ માટે દસ દિવસના રિમાન્ડ જરૂર છે. ત્યારબાદ કોર્ટે આરોપીઓના વધુ ચાર દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. પોલીસની રિમાન્ડ અરજીમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, આરોપીઓ પાસેથી જીએસએમ ગેટવે(સીમબોક્સ) ડિવાઇસનું ટેક્નિકલ એનાલીસ કરતા જયપુર(રાજસ્થાન) ખાતે આવેલ સર્વર વાલા કંપનીના સ્ટેટિક આઇપીથી મળી આવેલ છે જે બાબતે સર્વર વાલા કંપની પાસેથી માહિતી મેળવતા તે આઇપીનો ઉપયોગ રૂહેલ અહેમદ બાંગ્લાદેશ કરતો હતો, જેથી રૂહેલ અહેમદ આરોપીઓના સંપર્કમાં કેવી રીતે આવ્યો અને કેવી રીતે આઇપીનો ઉપયોગ મેળવ્યો તેની તપાસ જરૂરી છે.