ગુજરાત: વિજાપુરમાં લવ જેહાદની ઘટનાનો ભેદ ઉકેલાયો


- લવ જેહાદની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકમાં આરોપીને દબોચ્યો
- સોશિયલ મીડિયા પર કિશોરીનો સંપર્ક કરીને પ્રેમ જાળમાં ફસાવી
- ઉત્તરાખંડના રહેવાસી આઝમખાનની ધરપકડ કરી
ગુજરાતના મહેસાણામાં લવ જેહાદની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકમાં આરોપીને દબોચ્યો છે. જેમાં વિજાપુરમાં લવ જેહાદની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપી ઉત્તરાખંડના રહેવાસી આઝમખાનની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: ગુજરાત: મહાઠગ અશોક જાડેજાનો એજન્ટ બાડમેરથી ઝડપાયો
પોલીસે ગણતરીની કલાકમાં આરોપીને દબોચ્યો
રાજ્યમાં લવ જેહાદની ઘટના દિવસેને દિવસે અનેક બનાવો સામે આવતા હોય છે. અનેકવાર વિધર્મિઓ યુવતીને લગ્નની લાલચ આપીને ફસાવતા હોય છે. તેવામાં પોલીસ તંત્ર લવ જેહાદના બનાવ ન બને તેને લઇ સતર્ક થઇ ગઇ છે. જો વાત કરવામાં આવે મહેસાણામાં આવેલા વિજાપુરના લાડોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 17 વર્ષની કિશોરીને 23 વર્ષનો વિધર્મી યુવક ભગાડી ગયો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનાં રિસામણાં વચ્ચે છલકાયેલા જળાશયોની સંખ્યા ઘટી
સોશિયલ મીડિયા પર કિશોરીનો સંપર્ક કરીને પ્રેમ જાળમાં ફસાવી
મહેસાણામાં આવેલા વિજાપુરના લાડોલમાં સોશિયલ મીડિયા પર કિશોરીનો સંપર્ક કરીને પ્રેમ જાળમાં ફસાવીને 17 વર્ષની કિશોરીને 23 વર્ષનો વિધર્મી યુવક ભગાડી ગયો હતો. મળતી માહિતી મુજબ વિધર્મી યુવક છેલ્લા 5 મહિનાથી કિશોરીને સોશિયલ મીડિયાથી પ્રેમ જાળમાં ફસાવા માટે અનેક પ્રકારની લાલચ આપતો હતો. વિધર્મી યુવકે કિશોરીને પોતાના પ્રેમજાળમાં ફસાવીને વિધર્મી યુવક ભગાડી ગયો હતો. સમગ્ર ઘટનાને લઇ લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી ફરિયાદના આધારે પોલીસ હરકતમાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં આયુર્વેદિક શિરપના નામે નશાકારક પીણાનું વેચાણ શરૂ
કિશોરી અને વિધર્મી યુવકને પકડવા લાડોલ પોલીસ બાયએર પહોંચી
સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કિશોરી અને વિધર્મી યુવકને પકડવા લાડોલ પોલીસ બાયએર પહોંચી હતી. ફરિયાદના 12 કલાકમાં મહારાષ્ટ્ર પહોંચીને બંન્નેને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આઝમખાન નઝીમખાન સિદ્દીકી નામનો યુવકને ઝડપી પાડ્યો હતો. આરોપી આઝમખાન નામનો યુવક ઉત્તરાખંડનો રહેવાસી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.