ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: સાપુતારા હિલ સ્ટેશનમાં લાંબા સમયથી બંધ એડવેન્ચર એક્ટિવિટી ફરી શરૂ કરાઈ

Text To Speech
  • પ્રવાસીઓ સુરક્ષિત વાતાવરણમાં એડવેન્ચરનો આનંદ માણી શકે છે
  • સુરક્ષાનાં નિયમો સાથે પેરાગ્લાઈડીંગ એડવેન્ચર એક્ટિવિટી કરવા મંજૂરી
  • એડવેન્ચર પાર્કને સુરક્ષાનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું

ગુજરાતનું હિલ સ્ટેશન એટલે સાપુતારા જેમાં ગુજરાતીઓને ખાસ વેકેશનની મોજ માણવા જવુ હોય તો તેમની પહેલી પસંદ સાપુતારા રહે છે. તેમાં દિવાળી વેકેશનમાં હિલ સ્ટેશન પર લોકોની જવાનુ પસંદ કરી રહ્યાં છે. જેમાં ખુશીના સમાચાર એ છે કે, સાપુતારામાં લાંબા સમયથી બંધ એડવેન્ચર એક્ટિવિટી ફરી શરૂ કરાઈ છે.

સુરક્ષાનાં નિયમો સાથે પેરાગ્લાઈડીંગ એડવેન્ચર એક્ટિવિટી કરવા મંજૂરી

રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્યમાં તમામ ગેમ ઝોન તાત્કાલિક અસરથી બંધ કરવા સુચના આપી હતી. આ ઉપરાંત પ્રવાસન સ્થળો એડવેન્ચર એક્ટિવિટી પર પ્રતિબંધ મુકાયો હતો. ત્યારે હવે દિવાળીનાં તહેવારોમાં પ્રવાસીઓને મનોરંજન મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં સાપુતારા ખાતે આવેલ સહ્યાદ્રી એડવેન્ચર પાર્કને સુરક્ષાનાં નિયમો સાથે પેરાગ્લાઈડીંગ એડવેન્ચર એક્ટિવિટી કરવા મંજૂરી આપાઈ છે.

એડવેન્ચર પાર્કને સુરક્ષાનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું

આ ઉપરાંત એડવેન્ચર પાર્કને સુરક્ષાનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે. સરકારે આ મંજૂરી આપતા પહેલા સુરક્ષાના તમામ પાસાઓની કાળજીપૂર્વક તપાસ કરી છે. એડવેન્ચર પાર્કને સુરક્ષાનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે. જેથી પ્રવાસીઓ સુરક્ષિત વાતાવરણમાં એડવેન્ચરનો આનંદ માણી શકે છે. જોકે, હજુ બોટિંગ અને રોપવે શરૂ કરવા મંજૂરી આપી નથી.

આ પણ વાંચો: ગુજરાત: વેકેશનમાં સિંહ દર્શન કરવા જવાના છો તો આ સમાચાર છે ખાસ 

Back to top button