અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

ભાજપની ક્લિન સ્વીપ પર ગેનીબેનની રોક, પાટણના કોંગ્રેસ ઉમેદવારે રિ કાઉન્ટિંગની માંગ કરી

Text To Speech

અમદાવાદ, 04 જૂન 2024, આખરે દેશમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો સહિત વિધાનસભાની પાંચ બેઠકો પર મતગણતરી ચાલુ છે. ગુજરાતમાં ભાજપે સુરતની બેઠક બિનહરિફ જીતી લેતા 25 બેઠકો પર મતગણતરી હાથ ધરાઈ છે. સુરત સીટ પર ભાજપના મુકેશ દલાલ બિનહરિફ જાહેર થઈ ચૂક્યા છે.રાજકોટમાં ક્ષત્રિય આંદોલનની કોઈ અસર જોવા મળી નથી. રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીએ હાર સ્વીકારીને રૂપાલાને અભિનંદન પાઠવ્યા હતાં.અમદાવાદ પશ્ચિમ, જૂનાગઢ,પોરબંદર,જામનગર,વડોદરા, ખેડા, વલસાડ,મહેસાણા,ગાંધીનગર બેઠક પર ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલાએ મોહન કુંડારિયાની જીતનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. હાલમાં ભાજપની 19 બેઠકો પર જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. બીજી તરફ બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન 23839 મતથી આગળ ચાલી રહ્યાં છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે ટ્વિટ કરીને ગેનીબેનને જીતની શુભકામનાઓ આપી છે.

પાટણ લોકસભા બેઠક પર પરિણામના શરૂઆતના વલણોથી જ આગળ રહેલા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર છેલ્લી ઘડીએ ભાજપના ભરતસિંહ ડાભી સામે હારી ગયાં છે. તેમણે આ પરિણામને લઈને ફરીથી મતગણતરી કરવા માંગ કરી છે. ભાજપના ભરતસિંહ ડાભીને 583227 મત જ્યારે ચંદનજી ઠાકોરને 553927 મત મળ્યાં છે. છેલ્લી ઘડી સુધીના સસ્પેન્સમાં ભરતસિંહ આગળ વધી જતાં ચંદનજીએ ફેર મતગણતરીની માંગ કરી છે.

કચ્છ અને ભરૂચ બેઠક પર ભાજપની ભવ્ય જીત
કચ્છ સીટ પર ભાજપના વિનોદ ચાવડા કોંગ્રેસના નિતેશ લાલણથી 2.41 લાખ મતથી આગળ છે. જ્યારે 1.52 લાખ મતની ગણતરી જ બાકી છે. આમ વિનોદ ચાવડાની જીત નિશ્ચિત થઈ ગઈ છે.નવસારી સીટ પર ભાજપના સી.આર.પાટીલ કોંગ્રેસના નૈષધ દેસાઈ કરતા 5.75 લાખ મતથી આગળ છે. જ્યારે 3.10 લાખ મતની ગણતરી બાકી છે.ભરૂચ સીટ પર ભાજપના મનસુખ વસાવા આપના ચૈતર વસાવા કરતા 93 હજાર મતથી આગળ છે. જ્યારે 18 હજાર મતની ગણતરી બાકી છે. બારડોલી સીટ પર ભાજપના પ્રભુ વસાવા કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી કરતા 2.09 લાખ મતથી આગળ છે. જ્યારે 68 હજાર મતની ગણતરી જ બાકી છે. આમ બારડોલી સીટ પર ભાજપની જીત નિશ્ચિત થઈ ગઈ છે.છોટાઉદેપુર સીટ પર ભાજપના જશુ રાઠવા કોંગ્રેસના સુખરામ રાઠવા કરતા 3.92 લાખ મતથી આગળ છે. જ્યારે 49 હજાર મતની જ ગણતરી બાકી છે. આમ ભાજપની જીત નિશ્ચિત થઈ ગઈ છે.

વડોદરામાં ભાજપના હેમાંગ જોષીની જીત નિશ્ચિત
દાહોદ સીટ પર ભાજપના જશવંતસિંહ ભાભોર કોંગ્રેસના પ્રભાબેન તાવિયાડ કરતા 2.65 લાખ મતથી આગળ છે. જ્યારે 2.31 લાખ મતની ગણતરી બાકી છે. આમ દાહોદ સીટ પર ભાજપના જશવંતસિંહ ભાભોરની જીત નિશ્ચિત થઈ ગઈ છે.ભાવનગર સીટ પર ભાજપના નીમુબેન બાંભણિયા આપના ઉમેશ મકવાણા કરતા 3.29 લાખ મતથી આગળ છે. જ્યારે 3.02 લાખ મતની ગણતરી બાકી છે.અમરેલી સીટ પર ભાજપના ભરત સુતરિયાની જીત નિશ્ચિત થઈ ગઈ છે. ભાજપના ભરત સુતરિયા કોંગ્રેસના જેની બેન ઠુંમર કરતા 3.15 લાખ મતથી આગળ છે. જ્યારે 5,758 મત જ બાકી છે.રાજકોટ લોકસભા સીટ પર ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાની જીત નિશ્ચિત થઈ ગઈ છે. ભાજપના રૂપાલા કોંગ્રેસના પરેશ ધાનાણી કરતા 4 લાખ મતથી આગળ છે. જ્યારે 2.68 લાખ મતની ગણતરી બાકી છે. 2019માં કુંડારિયાની જીત 3.68 લાખ મતે થઈ હતી. આમ રૂપાલાએ કુંડારિયાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.વડોદરા સીટ પર ભાજપના હેમાંગ જોષીની જીત નિશ્ચિત થઈ ગઈ છે. ભાજપના હેમાંગ જોષી કોંગ્રેસના જસપાલસિંહ પઢીયારથી 4.64 લાખ મતથી આગળ છે. જ્યારે 1.94 લાખ મતનું કાઉન્ટિગ બાકી છે.

પૂનમ માડમ કોંગ્રેસના જેપી મારવિયાથી મતથી આગળ
સુરેન્દ્રનગર સીટ પરથી ભાજપના ચંદુ સિંહોરાની જીત નિશ્ચિત થઈ ગઈ છે. ચંદુસિંહોરા કોંગ્રેસના ઋત્વિક મકવાણાથી 2.07 લાખ મતથી આગળ છે. જ્યારે 1.98 લાખ મતની ગણતરી બાકી છે.અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપના દિનેશ મકવાણાની જીત થઈ ગઈ છે. દિનેશ મકવાણાને 606545 મત મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર ભારત મકવાણાને 321972 મત મળ્યા છે. આમ ભાજપના દિનેશ મકવાણાની 284573 વોટથી જીત થઈ છે.ગાંધીનગર સીટ પરથી ભાજપના અમિત શાહ કોંગ્રેસના સોનલબેન પટેલથી 5.40 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે 4.39 લાખની મત ગણતરી બાકી છે.મહેસાણા સીટ પરથી ભાજપના હરિભાઈ પટેલ કોંગ્રેસના રામજી ઠાકોર કરતા 2.83 મતથી આગળ છે. જ્યારે 1.36 લાખ મતની જ ગણતરી બાકી છે. આમ મહેસાણા સીટ પરથી ભાજપની જીત નિશ્ચિત થઈ ગઈ છે.વલસાડ સીટ પરથી ભાજપના ધવલ પટેલ કોંગ્રેસના અનંત પટેલથી 2.10 લાખ મતથી આગળ છે. હવે 10 હજાર મતની જ ગણતરી બાકી છે. આમ વલસાડ સીટ પર ભાજપની જીત નિશ્ચિત છે.ખેડા સીટ પર ભાજપના દેવુસિંહ ચૌહાણ કોંગ્રેસના કાળુસિંહ ડાભીથી 2.99 લાખ મતથી આગળ છે. જામનગર સીટ પર પૂનમ માડમની જીત નિશ્ચિત થઈ ગઈ છે. પૂનમ માડમ કોંગ્રેસના જેપી મારવિયાથી મતથી આગળ છે જ્યારે 1.94 લાખ મતથી આગળ છે અને 1.73 લાખ મતની ગણતરી બાકી છે.

આ પણ વાંચોઃવિજયની તૈયારીઓ શરૂ? જાણો કયા પક્ષની ઑફિસે શરૂ થઈ તૈયારી?

Back to top button