ગુજરાત: મોરબીમાં 3 દિવસમાં 9 બોગસ ડૉક્ટર ઝડપાતા સ્થાનિકોમાં ચકચાર
- સુરતમાંથી અગાઉ પોલીસ દ્વારા 14 જેટલા બોગસ ડૉક્ટરોને ઝડપી પડાયા હતા
- નકલી ડૉક્ટરો ડિગ્રી કે લાયકાત વિના દર્દીની સારવાર કરતા
- વિવિધ વિસ્તારોમાંથી નકલી ડૉક્ટરો પકડાવવાનો સિલસિલો યથાવત્
ગુજરાતના મોરબીમાં 3 દિવસમાં 9 બોગસ ડૉક્ટર ઝડપાતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. જેમાં નકલી ડૉક્ટરો ડિગ્રી કે લાયકાત વિના દર્દીની સારવાર કરી તેનો જીવ જોખમમાં મૂકે છે. બીમાર વ્યક્તિ પૂરી શ્રદ્ધા સાથે ડૉક્ટર પાસે જતો હોય છે પરંતુ જ્યારે તેની સારવાર કરનાર ડૉક્ટર નકલી છે એવી ખબર પડે તો તેના માથે જાણે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાય છે.
વિવિધ વિસ્તારોમાંથી નકલી ડૉક્ટરો પકડાવવાનો સિલસિલો યથાવત્
નકલી ડૉક્ટરોની બોલબાલા વચ્ચે છેલ્લા ત્રણ દિવસમાં નવ જેટલા નકલી ડૉક્ટરો ઝડપાયા છે. મોરબીના વિવિધ વિસ્તારોમાંથી નકલી ડૉક્ટરો પકડાવવાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. મોરબીના ટંકારા, હળવદ અને સુંદરી ભવાની, રાયસંગપર, રણમલપુર, ચંદ્રગઢ(લીલાપર) અને ઢવાણાથી નકલી ડૉક્ટરોને ઝડપી પાડી આરોગ્ય વિભાગની પોલ ઉઘાડી પાડી છે.
સુરતમાંથી પોલીસ દ્વારા 14 જેટલા બોગસ ડૉક્ટરોને ઝડપી પડાયા
ડિસેમ્બર મહિનાની શરુઆતમાં સુરત ઝોન-4 પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડૉક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા 14 જેટલા બોગસ ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરીને 1200 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી જાણીતા ડૉ. રસેશ ગુજરાતીની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ પણ વાંચો: વિશ્વ જળમગ્ન શહેર દિવસ પર દ્વારકાનો વિશ્વને અનોખી રીતે કરાવાશે પરિચય