ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત : 16મી ફેબ્રુઆરીએ મતદાન, 18મીએ મતગણતરી
- ચૂંટણી કમિશનર ડૉ.એસ મુરલીક્રિષ્નનએ ચૂંટણીની તારીખો જાહેરાત કરી
- એક મનપા, 69 નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે
- 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે
ગાંધીનગર, 21 જાન્યુઆરી : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર ડો.એસ.મુરલીકૃષ્ણે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરી છે. જે અનુસાર, આગામી 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. આ અંગેનું જાહેરનામું 27 જાન્યુઆરીએ બહાર પાડવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચૂંટણી કમિશનર ડૉ.એસ મુરલીક્રિષ્નને જણાવ્યું હતું કે, એક મનપા, 66 નગરપાલિકાઓ તેમજ 3 તાલુકા પંચાયત જે પહેલા ખાલી પડી હતી તેની સામાન્ય ચૂંટણી યોજાશે. જે અંગે 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે તેમજ 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીમાં 1032 સંવેદનશીલ મતદાન મથકો હશે.
આ ચૂંટણીની જાહેરાત થવા સાથે જ રાજ્યમાં બે મુખ્ય રાજકીય પક્ષો ઉપરાંત નાના પક્ષો તેમજ અપક્ષો સક્રિય થઈ ગયા છે. અગાઉ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં શાસક પક્ષ ભાજપ અથવા ભાજપ સમર્થિત ઉમેદવારો બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. આ વખતે જોકે પરિણામ કેવાં આવશે તે કહી શકાય નહીં કેમ કે છેલ્લે યોજાયેલી ચૂંટણી પછી રાજ્યમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. કુદરતી તેમજ માનવ સર્જિત આફતોને કારણે લોકોના જીવનમાં પરિવર્તન આવ્યાં છે તેની અસર પણ આ ચૂંટણીમાં જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ સનાતન અર્થતંત્રઃ પ્રયાગરાજની સાથે અયોધ્યામાં પણ ધનવર્ષા, જાણો વેપારીઓની આવકનો અધધ આંકડો
મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>
>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD