ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Gujarat : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત, આ તારીખે થશે મતદાન

Gujarat Local Body Elections Announced: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાનની તારીખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેના અનુસંધાને હવે તમામ પક્ષો અને ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે સજ્જ થઈ રહ્યા છે.

The Gujarat government has announced the schedule for upcoming local body elections.

આ જાહેરાત મુજબ, આવતી 26 એપ્રિલે રાજ્યભરમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. મતદારો પોતાનો મતાધિકાર ઉપયોગ કરી પોતાના પ્રતિનિધિઓ પસંદ કરશે. ત્યારબાદ 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે અને પરિણામો જાહેર કરવામાં આવશે.

ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા જ સમગ્ર રાજ્યમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. જેના કારણે સરકાર અને રાજકીય પક્ષોને વિવિધ નિયમોનું પાલન કરવું પડશે. હવે આવતા દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા છે.

 

Back to top button