કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગજબ થઈ ગયો/ જૂનાગઢમાં અપક્ષ ઉમેદવારે ચૂંટણી જીતી, કોંગ્રેસ ઉમેદવારે ભાજપનો ખેસ ધારણ કર્યો

Text To Speech

અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2025: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંત માહોલમાં પૂર્ણ થઈ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢમાં ગિરિશ કોટેચાના પુત્ર પાર્થની હાર થઈ છે.  જૂનાગઢ મહાનગરપાલિકા પર અગાઉ કોંગ્રેસ પક્ષ જીતનો દાવો કરતો હતો. તે બાદ હવે ભાજપ પક્ષ પણ મનપા પર જીત નિશ્ચિત હોવાનો ગણગણાટ કરવા લાગ્યો હતો. આજે સામે આવેલ પરિણામમાં જૂનાગઢમા ગિરિશ કોટેચાના પુત્ર પાર્થની હાર થઈ છે. ગિરિશ કોટેચાના પુત્ર વોર્ડ નંબર 9માં બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે કુલ બેઠકો પરથી 263 પર ભાજપ વિજય કૂચ તરફ આગળ વધી રહ્યું છે.

જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટો અપસેટ સર્જાયો છે. મળતી માહિતી અનુસાર, જૂનાગઢ મનપા વોર્ડ નંબર 9માં પૂર્વ ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચાના દીકરા પાર્થ કોટેચા અને ઉમેદવાર મહિપતસિંહ બસીયાને અપક્ષ ઉમેદવાર અશ્વિન ભરાઈ ઝટકો આપ્યો છે. જો કે,આ પરિણામ આવ્યા બાદ ગણતરીની મિનિટમાં કોંગ્રેસ ઉમેદવાર મહિપતસિંહે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. આકાશ કટારાએ મહિપાલસિંહ બસિયાને ભાજપનો ખેસ પહેરાવ્યો. આ સાથે તેમણે કહ્યું કે, મેં જે ધાર્યું હતું તે મળી ગયું અને જે કરવું હતું તે કરી લીધું છે.

અપક્ષ ઉમેદવાર જીત્યા ને ભાજપનો ખેસ ધારણ કરી લીધો

જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર-9માં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા સામે મહિપતસિંહ બસીયાની જીત થઇ હતી. જોકે, જીત બાદ ગણતરીના સમયમાં જ મહિપતસિંહે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. આકાશ કટારાએ મહિપતસિંહ બસિયાને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું કે, મે જે ધાર્યુ હતું તે મળી ગયું અને હવે જે કરવું હતું તે કરી લીધુ છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ગુજરાતની 30 નગરપાલિકામાં ભગવો લહેરાયો, કોંગ્રેસના સૂપડા સાફ

Back to top button