અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ગુજરાતની 30 નગરપાલિકામાં ભગવો લહેરાયો, કોંગ્રેસના સૂપડા સાફ

Gujarat Local Body Election Result 2025: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યા છે. આ ચૂંટણીમાં 5000થી પણ વધારે ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. જેમના ભાવિનો આજે નિર્ણય થવા જઈ રહ્યો છે. આ સાથે જ જૂનાગઢ મહાનગર પાલિકાનું પણ પરિણામ આજે આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 58 ટકા જ મતદાન થયું છે. 213 બિનહરીફ થયેલી બેઠકો સિવાયની બેઠકોની મતગણતરી ચાલુ થયું છે.

ચૂંટણી પહેલા જ નગરપાલિકાના ભાજપની 150 બેઠકો બિનહરીફ થઈ છે. સાથે જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપની 9 બેઠકો બિનહરીફ થઈ છે. કોંગ્રેસની 3 બેઠકો બિનહરીફ થઈ છે. જ્યારે બાકીની બેઠકો માટે આજે પરિણામો આવી રહ્યા છે.

ગુજરાતની 11 નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. અહી જનતાએ કમળ ખીલવ્યું છે. જીત મેળવનાર નગરપાલિકાઓની વાત કરીએ તો, ચોરવાડ નગરપાલિકામાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. 10 વર્ષ બાદ અહીં ભાજપનું શાસન આવ્યું છે. 13 બેઠક પર ભાજપ જીત્યું છે.  ગીર સોમનાથના કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં પહેલા ચાર વોર્ડની ગણતરી બાદ કુલ 28 બેઠક માંથી ભાજપ 16 બેઠક જીતી ભાજપનો સ્પષ્ટ વિજય. હજુ 3 વોર્ડ ની ગણતરી ચાલુ છે. ભાજપનો જ્વલંત વિજય થયો છે.

અમરેલીના જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે. ભાજપની 16 બેઠકો અગાઉ બિનહરીફ થઇ હતી. આજે 12 બેઠક ભાજપનાં ફાળે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ટીમનો વિજય થયો છે.

જુનાગઢના માણાવદર નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. 16 બેઠકો પર ભાજપનો કબજો. કાર્યકરોમા ખુશીનો માહોલ. ફરી ભાજપનું શાસન માણાવદર નગરપાલિકામાં આવ્યું છે.

જુનાગઢ વંથલી નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. 16 બેઠકો સાથે ભાજપે નગરપાલિકા પર કબજો કર્યો છે. કોંગ્રેસ માત્ર ચાર બેઠકો પર પોતાનું ખાતું ખોલાવી શકી છે. આ ઉપરાંત સાબરકાંઠાની તલોદ નપામાં ભાજપની જીત થઈ છે. અમરેલીમાં જાફરાબાદ નગરપાલિકામાં ભાજપનો કબજો કર્યો છે. તાપીમાં સોનગઢ નપામાં ભાજપનો કબજો છે. કચ્છમાં ભચાઉ નપામાં 28 બેઠક પર ભાજપનો કબજો કર્યો છે. ગાંધીનગર માણસા નપામાં ભાજપનો કબજો કર્યો છે.  પંચમહાલ હાલોલ નપામાં ભાજપનો કબજો ભાજપને 27 સીટ જીતી છે.  મોદીના વતન વડનગરમાં ભાજપની જીત થઈ છે.  અમરેલી ચલાલા નગરપાલિકામાં ભાજપનો કબજો કર્યો છે. અમરેલી  રાજુલા નગરપાલિકામાં ભાજપનો કબજો કર્યો છે. જુનાગઢ વંથલી નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે.

આ પણ વાંચો: દિલ્હીમાં હાર બાદ કેજરીવાલ માટે ગુજરાતમાં આવી ખુશખબર,આટલી સીટો પર AAPની જીત

Back to top button