- ગિફ્ટ સિટીમાં 500 જેટલી કંપનીઓ છે અને 12 હજાર જેટલા કર્મચારી
- વિવિધ કંપનીના માલિક-સંચાલકોને વાઈન એન્ડ ડાઈન ફેસેલિટીનો લાભ
- વાર્ષિક ફી એક લાખ રૂપિયા હશે જ્યારે બે લાખ સિક્યોરિટી ડિપોઝિટ
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મળશે. જેમાં 500 કંપનીના માલિકો-સંચાલકો તથા કાયમી કર્મીને લાભ થશે. હોટેલ માટે લાઈસન્સ ફી વર્ષે 1 લાખ, સિક્યોરિટી ડિપોઝિટ બે લાખ રહેશે. તથા લિકર એક્સેસ પરમિટ બે વર્ષ માટે મળશે, વાર્ષિક ફી એક હજાર રહેશે. ગિફ્ટ સિટીમાં 500 જેટલી કંપનીઓ છે અને 12 હજાર જેટલા કર્મચારી છે.
વિવિધ કંપનીના માલિક-સંચાલકોને વાઈન એન્ડ ડાઈન ફેસેલિટીનો લાભ
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છુટછાટની અમલવારી માટે નશાબંધી અને આબકારી નિયામકે ગેઝેટ પ્રસિદ્ધ કર્યું છે. ગિફ્ટ સિટીમાં 500 જેટલી કંપનીઓ છે અને 12 હજાર જેટલા કર્મચારી છે. આ કર્મીઓ પૈકી જે કાયમી છે તે અને વિવિધ કંપનીના માલિક-સંચાલકોને વાઈન એન્ડ ડાઈન ફેસેલિટીનો લાભ મળતો થશે. ગિફ્ટ સિટીમાં લિકર એક્સેસની પરમિટ બે વર્ષના ગાળા માટે અપાશે, બે વર્ષ પૂરા થાય એટલે પરમિટ રિન્યુ કરાવવાની રહેશે, પરમિટ મેળવવા માટે વાર્ષિક ફી એક હજાર નક્કી કરાઈ છે.
આ પણ વાંચો: સાચવજો: ગુજરાતમાં અત્યારે સૌથી વધુ કોરોનાના એક્ટિવ કેસ આ શહેરમાં
વાર્ષિક ફી એક લાખ રૂપિયા હશે જ્યારે બે લાખ સિક્યોરિટી ડિપોઝિટ
ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ કે ક્લબ વાઈન એન્ડ ડાઈનની સુવિધા આપવી માગતી હોય તો તેમણે ગાંધીનગરમાં પ્રોબિહિશન એન્ડ એક્સાઈઝના સુપરિન્ટેન્ડેન્ટ પાસેથી એફએલ-3 લાઈસન્સ મેળવવું પડશે, આ લાયસન્સની મુદ્દત પાંચ વર્ષ સુધીની રહેશે અને તેની વાર્ષિક ફી એક લાખ રૂપિયા હશે જ્યારે બે લાખ સિક્યોરિટી ડિપોઝિટ આપવાની રહેશે. લાયસન્સ માટે હવે જે અરજી મળશે તેની ચકાસણી કરીને ગિફ્ટ ફેસિલિટેશન કમિટીના ડાયરેક્ટરને મોકલાવાશે અને એ પછી યોગ્ય નિર્ણય લેવાશે. એકંદરે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટથી સરકારને તગડી કમાણી થશે.