ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: સાળંગપુરમાં બિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ પર લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે શરૂ

Text To Speech
  • લાઇટ એન્ડ સાઉન્ડ શો માટે કેનેડાથી ખાસ 1.5 કરોડથી વધુનું પ્રોજેક્ટર મંગાવ્યું
  • આ શો 4D AR ટેક્નોલોજીથી પ્રોજેક્શન મેપિંગ કરી શરૂ થશે
  • લાઇટ એન્ડ સાઉન્ડ શો એકદમ ફ્રીમાં ભક્તો નિહાળી શકશે

ગુજરાતના સાળંગપુરમાં બિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ પર લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થશે. જેમાં મંગળવાર, શનિવાર, રવિવાર, પૂનમ, અમાસ અને તહેવારના દિવસે સાંજે ત્રણ-ત્રણ વાર શો કરાશે. હનુમાનજીનું જીવન ચરિત્ર અને સાળંગપુરધામનો મહિમાં આ શોમાં દર્શાવાશે.

આ પણ વાંચો: અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર, એક પણ તળાવનું પાણી પીવાલાયક નથી 

આ શો 4D AR ટેક્નોલોજીથી પ્રોજેક્શન મેપિંગ કરી શરૂ થશે

આ શો 4D AR ટેક્નોલોજીથી પ્રોજેક્શન મેપિંગ કરી શરૂ થશે. સાળંગપુરમાં બિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દર વર્ષે ભક્તો માટે અલગ-અલગ નજરાણા જોવા મળી રહ્યા છે. હનુમાનજીના ધામમાં દરેક તહેવાર હર્ષોલ્લાસ સાથે ભવ્યાતિભવ્ય રીતે ઉજવાય છે. આ વર્ષે મંદિર પરિસરમાં હનુમાન જયંતી પછી ભક્તો માટે અહીં 54 ફૂટ ઊંચી પંચધાતૂમાંથી બનેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની મૂર્તિ પર 4D AR (ઓગમેન્ટેડ રિઆલિટી) ટેક્નોલોજી દ્વારા લાઇટ એન્ડ સાઉન્ડ શો કરાશે. જેમાં હનુમાનજીનું જીવન ચરિત્ર અને સાળંગપુર ધામનો મહિમાં દર્શાવાશે.

આ પણ વાંચો: ગરમી વધતા ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય, અમદાવાદના 100 ટ્રાફિક સિગ્નલ બપોરે રહેશે બંધ 

લાઇટ એન્ડ સાઉન્ડ શો માટે કેનેડાથી ખાસ 1.5 કરોડથી વધુનું પ્રોજેક્ટર મંગાવ્યું

લાઇટ એન્ડ સાઉન્ડ શો માટે કેનેડાથી ખાસ 1.5 કરોડથી વધુનું પ્રોજેક્ટર મંગાવ્યું છે. હનુમાનજીના જીવન ચરિત્ર અને સાળંગપુર ધામનો મહિમા દર્શાવતો આ લાઇટ એન્ડ સાઉન્ડ શો એકદમ ફ્રીમાં ભક્તો નિહાળી શકશે. આ સાથે સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ પણ મંગાવી છે. અહીં આવતા લોકો આ 4D લાઇટ એન્ડ સાઉન્ડ શો અભિભૂત થશે અને દાદાનો મહિમા સરળ રીતે જાણી શકશે.

Back to top button