ગુજરાત સિવાય અન્ય ઘણા રાજ્યોમાં વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ગુજરાત વિધાનસભાની કામગીરીનું જીવંત પ્રસારણ થાય તેવી માંગણી થઈ રહી હતી ત્યારે આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલીનીથી પ્રજા અવગત થાય તે માટે ખાસ ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા યુ-ટ્યુબ ચેનલ થકી સંસદીય કાર્યપ્રણાલી પ્રજા સુધી સારી રીતે પહોંચી શકશે અને પ્રજા પણ તેનાથી અવગત થશે.
આ પણ વાંચો : રાજ્યની 906 શાળાઓ એક જ શિક્ષકથી ચાલતી હોવાનો ગુજરાત સરકારનો સ્વીકાર
ગુજરાત વિધાનસભાની યુ-ટ્યુબ ચેનલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. આ યુટ્યુબ ચેનલના માધ્યમ થકી વિધાનસભામાં થતી કાર્યપ્રણાલીની વિવિધ વિડીયો ક્લિપ્સ અપલોડ કરવામાં આવશે. જેના કારણે વિધાનસભા ગૃહમાં થતી સંસદીય બાબતો પ્રજા સુધી પોહચશે. ગુજરાત વિધાનસભાની ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે.