ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ઠંડીની મોડી શરૂઆત થવાથી શિયાળુ પાકના વાવેતર પર અસર

Text To Speech
  • છેલ્લા ત્રણ વર્ષની કુલ વાવેતરની સરેરાશ વધીને 91543 હેક્ટરની થઇ
  • આ વખતે ખેડૂતોએ ઓછા દિવસમાં વધુ કામ કરવું પડશે
  • જિલ્લામાં ઘાસચારાનું 2237 હેક્ટરમાં અને શાકભાજીનું 779 હેક્ટરમાં વાવેતર કરાયું

ગુજરાતમાં ઠંડીની મોડી શરૂઆત થવાથી શિયાળુ પાકના વાવેતર પર અસર જોવા મળી રહી છે. નવેમ્બરનો મધ્યાંતર ઉતરવા સમયે ગાંધીનગર જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર 7734 હેક્ટરે પહોંચ્યું છે. ત્યારે નોંધવું રહેશે, કે ગત વર્ષે તારીખ 13મી નવેમ્બર પહેલા જિલ્લામાં રવી મોસમમાં ખેડૂતો દ્વારા 9714 હેક્ટરમાં વિવિધ પાક વાવેતર કરાયું હતું. પરંતુ આ વખતે ખેડૂતોએ ઓછા દિવસમાં વધુ કામ કરવું પડશે.

છેલ્લા ત્રણ વર્ષની કુલ વાવેતરની સરેરાશ વધીને 91543 હેક્ટરની થઇ

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની કુલ વાવેતરની સરેરાશ વધીને 91543 હેક્ટરની થઇ છે. અત્યાર સુધીમાં સોથી વધુ વાવેતર ગાંધીનગર તાલુકામાં 2901 હેક્ટરમાં, બીજા ક્રમે દહેગામ તાલુકામાં 2773 હેક્ટરમાં, ત્રીજા ક્રમે માણસા તાલુકામાં 1102 હેક્ટરમાં અને સૌથી ઓછું વાવેતર કલોલ તાલુકામાં 958 હેક્ટરમાં થયાનો રિપોર્ટ જિલ્લા ખેતીવાડી શાખાને મળ્યો છે.

જિલ્લામાં ઘાસચારાનું 2237 હેક્ટરમાં અને શાકભાજીનું 779 હેક્ટરમાં વાવેતર કરાયું

બટાટાના કુલ 2913 હેક્ટરમાં થયેલા વાવેતરમાંથી ગાંધીનગર તાલુકામાં 1893 હેક્ટરમાં, દહેગામ તાલુકામાં 877 હેક્ટરમાં, માણસા તાલુકામાં 141 હેક્ટરમાં અને કલોલ તાલુકામાં 2 હેક્ટરમાં બટાટા વવાયા છે. જ્યારે ચણાનું વાવેતર દહેગામ તાલુકામાં 82 અને કલોલ તાલુકામાં 7 હેક્ટરમાં થયું છે. રાઇનું વાવેતર કલોલ તાલુકામાં 215 હેક્ટરમાં, માણસા તાલુકામાં129 હેક્ટરમાં ગાંધીનગર તાલુકામાં 95 અને દહેગામ તાલુકામાં 5 હેક્ટરમાં થયું છે. જ્યારે તમાકુનું વાવેતર દહેગામ તાલુકામાં 102 હેક્ટરમાં થયું છે. જિલ્લામાં ઘાસચારાનું 2237 હેક્ટરમાં અને શાકભાજીનું 779 હેક્ટરમાં વાવેતર કરાયું છે.

આ પણ વાંચો: આરોગ્ય કેન્દ્રમાં ગેરહાજર રહેનારા 7 ડોક્ટરોને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી

Back to top button