

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 374 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 451 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.80 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ 2935 એક્ટિવ કેસ છે. જેમાંથી 23 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 2912 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,53,361 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,996 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 144 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશન 51, મહેસાણા 21, વડોદરા 20, રાજકોટ 19, રાજકોટ કોર્પોરેશન 14, સુરત કોર્પોરેશન 12, વલસાડ 11, સાબરકાંઠા 10, ગાંધીનગર કોર્પોરેશન 9, ગાંધીનગર 7, ભાવનગર કોર્પોરેશન 6, ડાંગ 5, સુરત 5, ભરૂચ 4, મોરબી 4, નવસારી 4, અમદાવાદ 3, અમરેલી 3, આણંદ 3, કચ્છ 3, પંચમહાલ 3, તાપી 3, બનાસકાંઠા 2, પાટણ 2, અરવલ્લી 1, છોટાઉદેપુર 1, ખેડા 1, મહીસાગર 1, પોરબંદર 1, સુરેન્દ્રનગર 1 એમ કુલ 374 કેસ નોંધાયા છે.

રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 01,01,836 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 373 ને રસીનો પ્રથમ અને 877 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 228 ને રસીનો પ્રથમ અને 426 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 10109 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 504 ને રસીનો પ્રથમ અને 505 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 88814 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,07,07,443 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.