રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 459 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 922 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.77 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4534 એક્ટિવ કેસ છે. જેમાંથી 18 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4516 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,48,768 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,987 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 161 કેસ નોધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશન 36, સુરત કોર્પોરેશન 31, રાજકોટ કોર્પોરેશન 31, રાજકોટ કોર્પોરેશન 27, કચ્છ 20, અમરેલી 16, મહેસાણા 16, વડોદરા 15, સુરત 14, મોરબી 13, દેવભૂમિ દ્વારકા 11, વલસાડ 10 એમ કુલ 459 કેસ નોંધાયા છે.
રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,00,592 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 789 ને રસીનો પ્રથમ અને 3002 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 160 ને રસીનો પ્રથમ અને 181 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 20016 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 1380 ને રસીનો પ્રથમ અને 758 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 174306 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,95,87,356 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.