ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ધોરણ 12 બોર્ડમાં બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.27 ટકા પરિણામ

Text To Speech
  • ધોરણ 12 બોર્ડના પરિણામ ગત વર્ષ કરતાં વધુ સારા
  • ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ
  • ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 65 ટકા પરિણામ હતું

ગુજરાતમાં ધોરણ 12 બોર્ડમાં બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.27 ટકા પરિણામ આવ્યું છે. જેમાં ધોરણ 12 બોર્ડના પરિણામ ગત વર્ષ કરતાં વધુ સારા છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યુ છે. ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 65 ટકા પરિણામ હતું. જેમાં આજે વિદ્યાર્થીઓનું 82.53 ટકા, વિદ્યાર્થિનીનું પરિણામ 82.35 ટકા આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે જાણો ક્યારે છે માવઠાની આગાહી

સાયન્સ પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ

સાયન્સ પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ છે. ગત વર્ષની સરખામણીમાં સારું પરિણામ છે. વિજ્ઞાન પ્રવાહમાં 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ તથા 8983 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં 47.98 ટકા સાથે બોડેલીનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં 127 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યુ છે. ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.91 ટકા પરિણામ છે. સામાન્ય પ્રવાહમાં ખાવડાનું 51.11 ટકા સૌથી ઓછું પરિણામ છે.

સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરના છાલાનું 99.61 ટકા પરિણામ

સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરના છાલાનું 99.61 ટકા પરિણામ છે. સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ રહ્યો છે. સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જૂનાગઢ છે. 27 શાળાઓમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યુ છે. અંગ્રેજી માધ્યમનું 81.92 ટકા પરિણામ આવ્યુ છે. ગુજરાતી માધ્યમનું 82.94 ટકા પરિણામ આવ્યું છે.

Back to top button