ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ક્ષત્રિય સમાજની નારાજગીના વિવાદમાં IPSની બદલી માટે ચાલતું રાજકારણ અને વિખવાદ ફરી બહાર આવ્યો

  • છેલ્લી ટ્રાન્સફરને લઈને અનેક આઈપીએસ અધિકારીઓ નારાજ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે
  • અગાઉ વિવાદની સ્થિતિમાં આ આઈપીએસ અધિકારીઓએ કૂનેહપૂર્વક કામગીરી કરી બતાવી
  • 4 આઈપીએસએ અગાઉના વિવાદો કુનેહપૂર્વક પતાવ્યાના મેસેજ વાઇરલ થયા

ગુજરાતમાં ક્ષત્રિય સમાજની નારાજગીના વિવાદમાં IPSની બદલી માટે ચાલતું રાજકારણ અને વિખવાદ ફરી બહાર આવ્યો છે. જેમાં ક્ષત્રિય સમાજના વિવાદમાં IPSઓની બદલી લઈને ચાલતું રાજકારણ જોવા મળ્યું છે. IPSની છેલ્લી ટ્રાન્સફરમાં અમુકને હાંસિયામાં ધકેલાયાની ચર્ચાઓ શરૂ થઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી, જાણો કઇ તારીખે ખાબકશે માવઠું 

4 આઈપીએસએ અગાઉના વિવાદો કુનેહપૂર્વક પતાવ્યાના મેસેજ વાઇરલ થયા

4 આઈપીએસએ અગાઉના વિવાદો કુનેહપૂર્વક પતાવ્યાના મેસેજ વાઇરલ થયા છે. તેમજ રાજ્યના ચાર સિનિયર આઈપીએસ અધિકારીઓના ફોટા સાથે મેસેજ વાઇરલ કરાયો છે. ક્ષત્રિય સમાજનો વિવાદ અનેક પ્રયાસ બાદ પણ શમવાનું નામ નથી લેતો દરમિયાન રાજ્યના ચાર સિનિયર આઈપીએસ અધિકારીઓના ફોટા સાથે મેસેજ વાઇરલ કરાયો છે. જેમાં આ અધિકારીઓએ અગાઉના વિવાદોમાં સરકાર માટે સમસ્યા ના સર્જાય તેવા સમાધાનકારી વલણ અપનાવી કૂનેહપૂર્વક કામગીરી કરી બતાવ્યાનો ઉલ્લેખ કરાયો છે. આ અધિકારીઓને છેલ્લી બદલીમાં હાંસિયામાં ધકેલાયાની વાત કરાઈ છે. આમ, ક્ષત્રિય વિવાદ વચ્ચે IPS અધિકારીઓની બદલી બાદ ચાલતું રાજકારણ બહાર આવ્યું છે. જોકે, આ પ્રકારના મેસેજ ફરતા કરનારા તંત્ર માટે માથાનો દુખાવો બની રહ્યા છે. આ રીતે પુરુષોતમ રૂપાલાને હટાવી ક્ષત્રીય નેતાને લડાવવા જોઈએ તેવા માગ કરતા મેસેજ રવિવારે ફરતા થયા હતા.

અગાઉ વિવાદની સ્થિતિમાં આ આઈપીએસ અધિકારીઓએ કૂનેહપૂર્વક કામગીરી કરી બતાવી

ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ શરૂ થયા બાદ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. આ દરમિયાન અન્ય લોકો પણ પોતાની રોટલી શેકવવા કે પોતાના માનીતા રાજકારણી કે અધિકારીઓની તરફેણ કરતા મેસેજ વાઈરલ કરવા લાગ્યા હતા. આ મેસેજોમાંથી સૌથી વધુ ધ્યાન ખેંચે તેવો એક મેસેજ આઈપીએસ અધિકારીઓની બદલી લઈને ફરતો થયો હતો. રાજ્યના ચાર સિનિયર આઈપીએસ અધિકારી શમશેરસિંગ, આર.બી.બ્રહ્મભટ્ટ, અભય ચુડાસમા અને અનુપમ ગહેલોત નામ અને ફોટા સાથેના મેસેજ લખવામાં આવ્યું હતું કે, રાજકીય સૂત્રોમાં એવી ચર્ચા છે, અગાઉ વિવાદની સ્થિતિમાં આ આઈપીએસ અધિકારીઓએ કૂનેહપૂર્વક કામગીરી કરી બતાવી હતી.

છેલ્લી ટ્રાન્સફરને લઈને અનેક આઈપીએસ અધિકારીઓ નારાજ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે

ક્ષત્રિય સમાજમાં વ્યાપેલા રોષને ઠારવામાં ગુજરાત સરકારની પરીક્ષા થઈ રહી છે. સરકાર પાસે વિવાદ અને વિરોધની આગ ઠારી શકે તેવા અધિકારીઓની અછતનું ચર્ચાય છે. ઓછા નુકસાન સાથે ઉકેલ લાવવામાં અર્થપૂર્ણ ભૂમિકા ભજવે તેવા અનુભવી અધિકારીઓની માગ હોવાની પણ ચર્ચા છે. આ મેસેજ વાઇરલ થવા પાછળ આઇપીએસ અધિકારીઓ વચ્ચે આંતરીક વિવાદ ચાલી રહ્યાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા કરાયેલી છેલ્લી ટ્રાન્સફરને લઈને અનેક આઈપીએસ અધિકારીઓ નારાજ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. આ નારાજગી વચ્ચે રાજ્ય સરકારમાં વધુ વિવાદ ન થાય તે હેતુથી બદલીના ઓર્ડર ના કર્યાની ચર્ચાઓ ચાલી રહી છે.

Back to top button