ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: અમદાવાદથી ગાંધીનગર વચ્ચે જાણો મેટ્રો ટ્રેન ક્યારે થશે શરૂ

Text To Speech
  • આજે રુટના સેફ્ટી ટ્રાયલની કામગીરી હાથ ધરાઈ
  • મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1 સુધીનો રુટ શરુ થશે
  • અગાઉ કોબા-રાયસણ રૂટ ઉપર પ્રી-ટ્રાયલ રન લેવામાં આવી હતી

ગુજરાતમાં અમદાવાદથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન ટૂંક સમયમાં શરૂ થઇ જશે. જેમાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રોને લઇ મહત્વના સમાચાર આવ્યા છે. તેમાં આજે સેફ્ટી ટ્રાયલની કામગીરી હાથ ધરાઈ છે. તેમજ મેટ્રો રેલ સેફ્ટી કમિશનર આર.કે.મિશ્રાએ સમીક્ષા કરી છે. તથા મોટેરાથી સેક્ટર 1 સુધીનો રુટ શરુ થશે. તેમાં આજે રુટના સેફ્ટી ટ્રાયલની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદમાં મેડિકલ સ્ટુડન્ટને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવતા ચકચાર મચી 

આજે રુટના સેફ્ટી ટ્રાયલની કામગીરી હાથ ધરાઈ

ગાંધીનગર અમદાવાદ મેટ્રો રુટ જુલાઈથી શરુ થશે. આજે રુટના સેફ્ટી ટ્રાયલની કામગીરી હાથ ધરાઈ છે. કમિશનર ઓફ મેટ્રો રેલ સેફટી આર.કે.મિશ્રા ગાંધીનગરમાં છે તેથી સેફટી ઈન્સપેકશન બાદ કોમર્શિયલ વપરાશ આવતા મહિને શરુ થશે. રાજ્યમાં સૌથી મહત્વના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધીની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી રહી છે. અગાઉ આ માટે ગાંધીનગરના 32 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા આઈકોનિક મોડલ રોડના રૂટ પર મેટ્રો ટ્રેનની પ્રી-ટ્રાયલ શરૂ કરી દેવાઇ છે. તેમજ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે.

કોબા-રાયસણ રૂટ ઉપર પ્રી-ટ્રાયલ રન લેવામાં આવી હતી

અગાઉ રાયસણથી કોબા સ્ટેશન વચ્ચેના રૂટ પર મેટ્રો ટ્રેનની પ્રી-ટ્રાયલ રન લેવામાં આવી હતી. કોબા-રાયસણ રૂટ ઉપર પ્રિ-ટ્રાયલ રન લેવામાં આવતા નજીકમાં દિવસોમાં જ ગાંધીનગરના લોકોની આતુરતાનો અંત આવશે. મેટ્રો રેલના ફેઝ-ટુ અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે. જેના ભાગરૂપે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપી કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 (મોટેરાથી ગાંધીનગર)ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 (ચ-2 સ્ટેશન) અને ગિફ્ટસિટીના 20 કિલોમીટર રૂટની કામગીરીને આખરી ઓપ આપવા તડામાર તૈયારી ચાલી રહી છે.

Back to top button