ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: આધાર-પાનકાર્ડ લિંકના વાયરલ મેસેજ અંગે જાણો સત્ય

Text To Speech

ગુજરાતમાં આધાર-પાનકાર્ડ લિંકના મેસેજ મોબાઇલ પર વાયરલ થઇ રહ્યાં છે. જેમાં આધાર-પાનકાર્ડ લિંક ફરજિયાત ન હોવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો છે. ગુજરાત હાઈકોર્ટના અગાઉના ચૂકાદાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આધાર-પાનકાર્ડને લિંક કરવા અંગે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો છે.

આ પણ વાંચો: અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : કુંવરજીભાઈ હળપતિ

આધાર-પાનકાર્ડ લિંક અંગેનો નિર્ણય કરવો નહીં

ગુજરાત હાઈકોર્ટના અગાઉના ચૂકાદાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આધાર-પાનકાર્ડ લિંક ફરજિયાત ન હોવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો છે. આધાર-પાનકાર્ડ લિંક અંગે હાઈકોર્ટના વાયરલ મેસેજ ખોટો હોવાનો ખુલાસો થયો છે. આધાર અને પાનકાર્ડ લિંક કરવા મામલે અગાઉના ચુકાદાનો કોઈ આધાર નથી. આ ચુકાદાના આધારે કોઈ આધાર-પાનકાર્ડ લિંક અંગેનો નિર્ણય કરવો નહીં તેમ વકીલે જણાવ્યું છે.

આ પણ વાંચો: ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તારીખે નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે 

લખાણ સાથે વાયરલ થઈ રહેલો મેસેજ ખોટો

એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી. આ ટાઈટલ સાથે મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો છે. હાઇકોર્ટે એક ચુકાદામાં ઠેરવ્યું છે કે, આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા મામલે સુપ્રીમમાં અરજી પેન્ડિંગ છે. આ ચુકાદો ન આવે ત્યાં સુધી ઇન્કમટેક્સ પાનકાર્ડને આધાર સાથે જોડવાનો નિયમ લાગુ પાડી રિટર્ન ભરતા અટકાવી શકે નહીં તેમજ સુપ્રીમમાં ફેસલો બાકી હોવાથી લાગુ ન કરી શકાય. પરંતુ આવા લખાણ સાથે વાયરલ થઈ રહેલો મેસેજ ખોટો છે.

Back to top button