ગુજરાત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ-NCP-AAPની જાણો વાત


- કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે: પ્રભારી મુકુલ વાસનિક
- મહારાષ્ટ્રમાં ગઠબંધન કરનાર NCP ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડશે
- કોંગ્રેસે સ્થાનિક લેવલે ગઠબંધનની વાત કરી છે તેને હું આવકારું છું: ઇશુદાન ગઢવી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ-NCPના ગઠબંધનમાં ગાંઠ પડી છે. જેમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે.
મહારાષ્ટ્રમાં ગઠબંધન કરનાર NCP ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડશે
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી લીધી છે. પક્ષના કાર્યકર્તાઓને રાત દિવસ જોયા વિના ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે હાકલ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદની મુલાકાતે છે, ત્યારે તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે. જ્યારે મહારાષ્ટ્રમાં ગઠબંધન કરનાર NCP ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડશે.
કોંગ્રેસે સ્થાનિક લેવલે ગઠબંધનની વાત કરી છે તેને હું આવકારું છું: ઇશુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જે રીતે લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના શાસનનો અંત લાવવા માટે આમ આદમી પાર્ટીને જે પણ કરવું પડે તે કરશે. કોંગ્રેસે સ્થાનિક લેવલે ગઠબંધનની વાત કરી છે તેને હું આવકારું છું. સ્થાનિક લેવલે ગઠબંધનના જે નિર્ણયો લેવાશે તેને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભ માટેની એક કલાકમાં GSRTCની તમામ 1360 ટિકિટ બુક