ગુજરાત: નવરાત્રીમાં આશાપુરા માતાજીના દર્શન કરવાનો જાણો મહિમા
- નવરાત્રી આશાપુરા માતાજીના દર્શન કરવાનું ધાર્મિક મહત્વ
- સ્વયભું પ્રગટેલા આશાપુર માતાજીનો મહિમા અપરંપાર
- પદયાત્રીઓને આવકારવા માટે ઠેર ઠેર સેવાકીય કેમ્પો ચાલુ કરવામાં આવ્યા
નવરાત્રીમાં આશાપુરા માતાજીના દર્શન કરવાનો મહિમા દિનપ્રતિદિન વધી રહ્યો છે. લાખો પદયાત્રીઓ ભુજ માતાના મઢ તરફ આગળ વધી રહ્યા છે. કચ્છનાં પ્રવેશ દ્વારા સામખીયાળીથી લઈને માતાનામઢ સુધી પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાનની મેચમાં વરસાદ વિધ્ન પાડશે
નવરાત્રી આશાપુરા માતાજીના દર્શન કરવાનું ધાર્મિક મહત્વ
નવરાત્રી આશાપુરા માતાજીના દર્શન કરવાનું ધાર્મિક મહત્વ રહેલુ છે પદયાત્રીઓનું ઘોડાપુર માતના મઢ જવા ઉમટી પડ્યું છે. માતાના મઢ સ્વયભું પ્રગટેલા આશાપુર માતાજીનો મહિમા અપરંપાર છે. માતાના મઢ દર્શન કરવા આવતા દર્શનાર્થી અનેક પ્રકારની માનતા માનીને માતાના ચરણોમાં શીશ જુકાવવા આવતા હોય છે. માઇ ભકતો પગપાળા સંધ સાથે માતાના મઢ તરફ આગળ વધી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરબા આયોજકોએ સરકારને કરવી પડશે જાણ, આરોગ્ય વિભાગની ગાઈડલાઈન આવી
પદયાત્રીઓને આવકારવા માટે ઠેર ઠેર સેવાકીય કેમ્પો ચાલુ કરવામાં આવ્યા
માતાનામઢ જતા પદયાત્રીઓને આવકારવા માટે ઠેર ઠેર સેવાકીય કેમ્પો ચાલુ કરવામાં આવ્યા છે . જેમાં ભક્તો માટે ભોજન અને રહેવા માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. શ્રી નારીશક્તિ વંદન સેવા કેમ્પ પદયાત્રીઓ માટે આકર્ષણ ઉભું કર્યું છે. અહિયાં વડાપ્રધાન નરેન્દ્રમોદીના કચ્છ પ્રવાસની ફોટો પ્રદર્શની રાખવામાં આવી છે. સાથે જ અયોધ્યા રામ મંદિર, માતાના મઢ આશાપુરા મંદિર તેમજ ચંદ્રયાન 3ની સેલ્ફી પોઈન્ટ ઉભા કર્યા છે. જેમાં પદયાત્રી પોતાની સેલ્ફી લઇ રહ્યા છે. સેવાકીય કેમ્પોમાં મેડીકલ સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતના ધારાસભ્યને તાંત્રિક વિધિ કરાવવાની લાલચ આપી અને પછી…
તમામ રસ્તા આશાપુરા માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યા
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. માતાના મઢ જતા હાઈવે પર માઈભક્તો ભારે ભીડ જોવા મળી છે. આમ તમામ રસ્તા આશાપુરા માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે.