

- નવી શિક્ષણ નીતિને 3 વર્ષ પૂર્ણ થતાં PM મોદીના કાર્યક્રમનું શાળામાં લાઈવ પ્રસારણ કરાશે
- શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ફરજીયાત શાળામાં હાજર રહેવા માટે કરાયા આદેશ
- પરિપત્ર મોડો જાહેર કરવામાં આવતા ભારે રોષ અને અસમંજસ
રાજ્યમાં આવતીકાલે મુસ્લિમ બિરાદરો મહોરમ પર્વ મનાવવાના છે. આજે આ માટેના તાજીયા પણ પડમાં આવી ગયા છે. ત્યારે મોડી સાંજે શિક્ષણજગતના એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં શાળાઓમાં કાલની રજાઓ રદ્દ કરવામાં આવી છે. આ અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિને 3 વર્ષ પૂર્ણ થવા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક કાર્યક્રમ દિલ્હી ખાતે યોજાવા જઈ રહ્યો છે જેને લઈને તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવનાર છે અને તે શાળામાં વિદ્યાર્થીઓને બતાવવાનું હોવાથી આ રજા રદ્દ કરવામાં આવી હોવાનો સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.