ગુજરાત

ગુજરાત: સોશિયલ મીડિયામાં બીભત્સ શબ્દો બોલનાર કિર્તી પટેલ ફરી વિવાદોમાં ફસાઇ

  • રમીલાબેનના વાળ પકડીને ઘરમાંથી બહાર કાઢીને મારમાર્યો હતો
  • કીર્તિ સહિત ચાર સામે મહિલાએ પોલીસ ફરિયાદ કરી
  • ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

ગુજરાતમાં સોશિયલ મીડિયામાં બીભત્સ શબ્દો બોલનાર કિર્તી પટેલ ફરી વિવાદોમાં ફસાઇ છે. જેમાં સોશિયલ મીડિયા વાયરલ વીડિયો મામલે કિર્તી પટેલે વસ્ત્રાપુરમાં મહિલાને ફટકારી બેઘર કરી છે. તેમજ ગોયલ પાર્કમાં ‘તું ઘરમાંથી નીકળ’ કહી બેરહેમ માર માર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત: નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર, જાણો કયા નોરતામાં છે વરસાદની આગાહી 

કીર્તિ સહિત ચાર સામે મહિલાએ પોલીસ ફરિયાદ કરી

કીર્તિ સહિત ચાર સામે મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે. તેમજ બન્ને યુવતીઓએ કોઇપણ કારણ વગર રમીલાબેને બીભત્સ શબ્દો બોલ્યા હતા. વસ્ત્રાપુરમાં આવેલ ગોયલ પાર્કમાં સોશિયલ મીડિયામાં ન્યૂસન્સ ફેલાવનાર કીર્તિ પટેલ સહિત ચાર શખ્સોએ એક ફલેટમાં ઘૂસીને તુ આ ઘરમાંથી બહાર નિકળ તેમ કહીને એક મહિલાને ફટાકારી હતી. આ અંગે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રમીલાબેનના વાળ પકડીને ઘરમાંથી બહાર કાઢીને ફરીથી મારમાર્યો હતો

મહત્વનું છે કે, કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં લાઇવ થઇને અવાર નવાર બીભત્સ શબ્દો બોલી તેમજ કોમેન્ટ કરીને ન્યૂસન્સ ફેલાવે છે પરંતુ પોલીસ તેની સામે કોઇપણ પ્રકારના પગલા લેતી નથી. વસ્ત્રાપુરમાં ગોયલ પાર્કમાં રમીલાબેન રેવાભાઇ મકવાણા તેમના પૂર્વ પતિ સાથે રહે છે. વર્ષ 2014માં રામનિવાસ બલ્લુરામ અગ્રવાલ સાથે રમીલાબેને લગ્ન કર્યા હતા પરંતુ બન્ને વચ્ચે અંદરોઅંદર ઝઘડાઓ થતા વર્ષ 2019માં છૂટાછેડા લીધા હતા.

આ પણ વાંચો: આજથી બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં, જાણો સમગ્ર કાર્યક્રમ

રામનિવાસ એકલો રહેતો હોવાથી રમીલાબેન તેની સાથે રહેતા. ગત, 10 ઓક્ટોબર રમીલાબેન ઘરે હાજર હતા ત્યારે સવારના 10.30 વાગ્યાની આસપાસ રામનિવાસને મળવા માટે કીર્તિ પટેલ અને ગુડ્ડી પટેલ નામની બન્ને યુવતીઓ ઘરે આવી હતી. જે બન્ને યુવતીઓએ કોઇપણ કારણ વગર રમીલાબેને બીભત્સ શબ્દો બોલીને તુ આ ઘરમાંથી બહાર નિકળી જાવ નહીંતર જાનથી મારી નાંખીશ તેમ કહીને મારમાર્યો હતો. આટલુ જ નહીં, મુકેશ ચૌધરી અને વિરમ ભરવાડ પણ ત્યાં આવીને ચારેય ભેગા મળીને રમીલાબેનના વાળ પકડીને ઘરમાંથી બહાર કાઢીને ફરીથી મારમાર્યો હતો.

Back to top button