ક્રિકેટ સટ્ટાકાંડમાં સંખ્યાબંધ કંપનીઓ બનાવી કરોડોના હવાલા પાડયા છે. જેમાં 1,414 કરોડના સટ્ટાકાંડમાં કર્મેશ-હરીકેશના અનેક બેન્ક ખાતાં પકડાયા છે. તેમજ એક કરોડનું બેલેન્સ થાય એટલે આંગડિયાથી હવાલો પાડી દેવાતો હતો. તથા બેંકના ખાતાઓની તપાસમાં બીજા કરોડો રૂપિયાના વ્યવહારો મળ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આજથી ધો.10ની પ્રિ-બોર્ડ એક્ઝામનો પ્રારંભ
બેંકમાં આવેલા જુદા જુદા ખાતાઓની તપાસ હાથ ધરી
ક્રિકેટના સટ્ટામાં બેંક ખાતાંની તપાસમાં હવાલા પાડનાર કર્મેશ પટેલ અને હરીકેશ પટેલની સંખ્યાબંધ કંપનીઓ બનાવી હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રૂ.1,414 કરોડના સટ્ટા કૌભાંડમાં ચાર બેંકમાં આવેલા જુદા જુદા ખાતાઓની તપાસ હાથ ધરી છે. બેંકના ખાતાઓની તપાસમાં બીજા કરોડો રૂપિયાના વ્યવહારો મળ્યા છે. જેમાં એક કરોડની આસપાસ રકમ એકઠી થાય એટલે આંગડિયા મારફતે હવાલા પાડવામાં આવતા હોવાનું બહાર આવ્યુ છે. જો કે, હાલમાં તપાસ ચાલુ હોવાથી અધિકારીઓ કંઈ બોલવા તૈયાર નથી. બીજી તરફ રાજયવ્યાપી હવાલા કૌભાંડ હોવાથી તપાસ સીઆઈડી ક્રાઈમ અથવા તો એટીએસને સોંપાય તેવી શકયતા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આ વર્ષનો ઉનાળો આકરો રહેવાની શક્યતા
સટ્ટો રમવા માટે બુકીઓએ ઓનલાઈન આઈડી આપી
ક્રિકેટ, એમસીએકસ અને શેરબજારમાં સટ્ટો રમવા માટે બુકીઓએ ઓનલાઈન આઈડી આપી રહ્યા છે. જેમાં કોડવર્ડથી રકમ ભરો એટલે તેટલી રકમનો સટ્ટો રમવા દેવામાં આવતો હોય છે. શેરબજારમાં રકમ ઘટે તો તુરત ઓનલાઈન ટ્રાન્સફર કરે તો ડબ્બામાં ખરીદેલા શેરો ઉભા રાખવામાં આવે છે અને જો રકમ ના ભરે તો તુરત શેરો કટીંગ ( વેચાણ ) કરી દેવામાં આવતા હોય છે. મૂળ રાજકોટના રાકેશ રાજદેવ ઉફે આર.આર જેવા ગુજરાત એક ડઝનથી વધુ મુખ્ય બુકીઓ છે. જેમના હાથ નીચે 100 જેટલા બુકીઓ કામે કરી રહ્યા છે. આ 100 નાના બુકીઓના હાથ નીચે એક હજારથી વધુ કામ કરે છે. હારજીતના નાણાં આઈડીમાં કરવાના હોય છે. આઈડીની અંદર કંઈ બેંક અને ખાતા નંબર આપવામાં આવતો હોય છે. જેના નાણાંની હારજીતના વ્યવહારો કરવામાં આવતા હોય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં રેલવે ટ્રેક પર અકસ્માત-આત્મહત્યાનો આંકડો જાણી ચોંકી જશો
પોલીસથી બચવા માટે બુકીઓ દુબઈની વીલામાં સંતાઈ ગયા
અમદાવાદ સહિત ગુજરાતમાં ક્રિકેટ અને શેરબજારમાં સટ્ટો રમનારાઓની સંખ્યા લાખોમાં છે. એટલે દરરોજ કરોડો રૂપિયાની હારજીત થતી હોય છે. આ હારજીતના નાણાં બેકમાં થયા બાદ બુકીઓ આંગડિયા મારફતે હવાલા પાડતા હોય છે. સ્થાનિક પોલીસની ચુંગાલ અને હપ્તાખોરીના રંજાડથી બચવા ગુજરાતના 500થી વધુ ક્રિકેટ, શેરબજાર અને એમસીએક્સના બુકીઓએ આખું ઓપરેશન રાજ્યમાંથી ક્રમશઃ ખસેડી દુબઈની જાહોજલાલી અને ટેકનોલોજીથી સજ્જ ભવ્ય વીલાઓમાં સ્થાપિત કર્યું હતુ. આમાં, ગરીબ અથવા જરૂરિયાતમંદ લોકોના નામે ખાનગી બેન્કોના જ ખાતા ખોલાવી તેમાંથી રોજેરોજ કરોડોના RTGS કરાવી તેને આંગડિયા મારફતે હવાલા પડવામાં આવી રહ્યા છે.