ગુજરાત : નાળિયેરના ઉત્પાદનમાં જૂનાગઢ જિલ્લો રાજ્યમાં નંબર 1, દર વર્ષે 23 કરોડ નાળિયેરનું ઉત્પાદન


- ગુજરાતમાં દર વર્ષે 23 કરોડ નાળિયેરનું ઉત્પાદન થાય છે
- એક હેકટર જમીનમાં 13,000 નાળિયેરનું ઉત્પાદન સરેરાશ આવે છે
- સાગરકાંઠા વિસ્તારમાં 45.61 લાખ હેકટરમાં ખેતી થાય છે
ગુજરાતના 1600 કિલોમીટર સાગરકાંઠા વિસ્તારમાં 45.61 લાખ હેકટરમાં ખેતી થાય છે. એમાંથી 26,000 હેકટર જમીનમાં તો નાળિયેરીનું વાવેતર થાય છે. આ જમીનમાંથી એકલા ગીરસોમનાથ અને જૂનાગઢ જિલ્લાનો બન્નેનો મળીને કુલ હિસ્સો 16,300 હેકટર થવા જાય છે.
એક હેકટર જમીનમાં 13,000 નાળિયેરનું ઉત્પાદન સરેરાશ આવે છે
એક હેકટર જમીનમાં 13,000 નાળિયેરનું ઉત્પાદન સરેરાશ આવે છે. આ રોકડિયા પાકને હાલ સરકારે નાળિયેરીની બીટી જાતને વેગ આપવા માટે સારા પ્રોત્સાહન આપવાનું ચાલુ કરતા જુનાગઢ જિલ્લામાં 138 હેકટરમાં વાવેતરનો વધારો થયો છે. જૂનાગઢ જિલ્લામાં કુલ નાળિયેરીનું વાવેતર 6,600 હેકટર છે. જયારે ગીર સોમનાથ જિલ્લામાં હાલ 9,700 હેકટર જમીનમાં નાળિયેરીના વાવેતર થયા છે. એમાં એકલા વેરાવળ પંથકમાં જ 6,500 હેકટર જમીનમાં વાવેતર છે.
ગુજરાતમાં દર વર્ષે 23 કરોડ નાળિયેરનું ઉત્પાદન થાય છે
બાગાયતવિભાગ ગીર સોમનાથ જિલ્લામાં એક હજાર હેકટરમાં વાવેતર વધારવા સક્રિય બન્યો છે. ગુજરાતમાં દર વર્ષે 23 કરોડ નાળિયેરનું ઉત્પાદન થાય છે. એમાંથી એકલા સોરઠમાં 17.42 કરોડ નાળિયેર રાજય અને આંતરરાજયમાં જાય છે. જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ જૂનાગઢ જિલ્લામાં ધાન્ય પાકો ઉપરાંત બાગાયત પાકો તરફ ખેડૂતોને આકર્ષણ વધ્યું છે. વંથલીમાં ચીકુનું મોટું ઉત્પાદન છે તો સાથોસાથ જૂનાગઢ જિલ્લામાં નાળિયેરીને પણ મહત્વ આપવામાં આવે છે.