- 2015ના એપ્રિલમાં એન્ટી કરપ્શન બ્યુરોને લેખિતમાં અરજી મળી
- આ કૌભાંડ આઠ વર્ષ ચાલ્યું છે અને કરોડો રૂપિયાનું છે
- પૂર્વ ચેરમેન જશુ પટેલ ACBના સમન્સને પણ ગાંઠતા નથી
ગુજરાતમાં હળવદ APMCમાં ડુપ્લીકેટ રસીદો ઇશ્યુ કરીને સેસની રકમની ઉચાપત કરી જવાના કેસમાં 2015ની કમિટીને સમન્સ પાઠવ્યાં પણ પૂર્વ ચેરમેન નિવેદન માટે ફરક્યા જ નહીં. જેમાં જશુ પટેલે એસીબીના સમન્સની ઐસીતૈસી કરી છે. તથા 14 ડિરેક્ટર્સે ACB કચેરીએ પહોંચીને નિવેદન લખાવી આવ્યા હતા.
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને ઝટકો, એક સાથે કોંગ્રેસને 5 નેતા ગુમાવવાનો વારો આવ્યો
14 ડિરેક્ટરોને સમન્સ મળતાની સાથે નિવેદન લખાવી આવ્યા
ગુજરાતના હળવદ APMCમાં પ્લીકેટ રસીદો ઇશ્યુ કરીને સેસની રકમની ઉચાપત કરી જવાના કેસમાં અત્યાર સધી સાત આરોપીઓને ACBની ટીમે ઝડપી પાડીને જેલના સળીયા પાછળ ધકેલ્યા છે. આ કેસમાં ACBએ કૌભાંડ થયું તે વર્ષ 2015ના તત્કાલીન ચેરમેન સહિત કુલ 15 ડિરેકટરોને 8મી જુન, 2023ના રોજ સમન્સ પાઠવીને ત્રણ દિવસમાં સમગ્ર બનાવ અંગે નિવેદન આપવા માટે બોલાવ્યા હતા. જો કે, 14 ડિરેક્ટરોને સમન્સ મળતાની સાથે ACB કચેરીએ પહોંચીને નિવેદન લખાવી આવ્યા હતા. પરંતુ, 2015ના તત્કાલિન ચેરમેને સમન્સની ઐસી તૈસી કરીને સમયમર્યાદા પૂર્ણ થવા છતાં તેઓ નિવેદન નોંધાવવા માટે ગયા ન હતા.
આ પણ વાંચો: અંબાલાલ પટેલે કરી આગાહી, ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
વર્ષ 2015ના એપ્રિલ મહિનામાં એન્ટી કરપ્શન બ્યુરોને લેખિતમાં અરજી મળી
હળવદ એપીએમસી કૌભાંડ અંગે વર્ષ 2015ના એપ્રિલ મહિનામાં એન્ટી કરપ્શન બ્યુરોને લેખિતમાં અરજી મળી હતી. પરંતુ આ કૌભાંડની અરજી સાઇડમાં કરીને ત્યારે તપાસ કરી ન હતી. કૌભાંડ ઉજાગર કરનાર સાક્ષીએ સમગ્ર મામલો હાઇકોર્ટમાં પડકારતા અંતે 8 વર્ષ પછી એસીબીની ટીમે તાત્કાલિક ફરિયાદ નોંધીને સાત જેટલા શખ્સોની ધરપકડ કરી હતી. હાલમાં આ તમામ આરોપી જેલના સળીયા પાછળ છે.
આ કૌભાંડ આઠ વર્ષ ચાલ્યું છે અને કરોડો રૂપિયાનું છે
જો કે,સાક્ષીના દાવા મુજબ આ કૌભાંડ આઠ વર્ષ ચાલ્યું છે અને કરોડો રૂપિયાનું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કૌભાંડ થયું તે વખતના સેક્રેટરી અને હાલમાં જેલહવાલે થયેલા આરોપી વિપુલ એરવાડીયાએ એફઆઈઆર નોંધાઈ એ પહેલાની તપાસમાં આપેલા નિવેદનમાં પોતે પૈસા કોને આપ્યા અને ક્યાં વપરાયા તેની માહિતી આપી હતી. હવે ACBએ હળવદ AMPCની વર્ષ 2015ની બોડીને તાત્કાલિક સમન્સ પાઠવીને ત્રણ દિવસમાં નિવેદન માટે બોલાવ્યા હતા. જેમાં 14 જેટલા ડિરેક્ટરોએ ACB ઓફિસ પહોંચીને નિવેદન નોંધાવી આવ્યા હતા. પરંતુ ચેરમેન જશુ વાલજીભાઇ પટેલ ACBએ આપેલી સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ નિવેદન નોંધાવવા માટે ગયા નથી. ઉલ્લેખનીય છે કે આ પ્રકારનું નિવેદન આપવા પોલીસ બોલાવે ત્યારે જે વ્યક્તિને એવી શંકા હોય કે પોતાને આરોપી બનાવી અટકાયત કરવામાં આવશે તે જ સામાન્ય રીતે નિવેદન આપવા જતા નથી.