ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: 12 વર્ષે થનારા સર્વેના આધારે જંત્રીના દરોમાં વધારો થશે

એક મહિનો પૂર્ણ થયો છે છતાં જંત્રી સર્વેનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. તેમાં કલેક્ટરોને રિવિઝન કરવા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં તમામ જિલ્લામાં બે સપ્તાહમાં સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠક મળશે. તથા ગુજરાતમાં 12 વર્ષે થનારા સર્વેના આધારે જંત્રીના દરોમાં વધારો થશે. તેમજ રજૂઆતો એકત્ર કરીને વિસ્તૃત અહેવાલ મોકલવા સુચના અપાઈ હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં ગુનેગારોને દબોચવા પોલીસ મથકો માટે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી લીધો મહત્ત્વનો નિર્ણય

તમામ કલેક્ટરોને જંત્રી સરવેની કામગીરી શરૂ કરવા સુચના આપી

મહેસૂલ વિભાગ હેઠળના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ એ 12 દિવસ પૂર્વે તમામ કલેક્ટરોને જંત્રી સરવેની કામગીરી શરૂ કરવા સુચના આપી હતી. પરંતુ, જાન્યુઆરી પૂર્ણ થયા બાદ પણ હજી સુધી અધિકાંશ જિલ્લાઓમાં કલેક્ટોરેટ દ્વારા કોઈ જ કાર્યવાહી થઈ નથી. આથી, તમામ કલેક્ટરોને ઝડપથી રિવિઝન, સરવેની પ્રક્રિયા કરીને અહેવાલો તૈયાર કરવા ફરીથી આદેશ કરાયો છે. ગુજરાત સરકારમાં 31મી માર્ચ 2011થી અમલમાં રહેલા જંત્રીના દરોમાં વધારો કરવા સૈધ્ધાંતિક નિર્ણય થઈ ચૂક્યો છે. જેના પાલનની દિશામાં 19મી જાન્યુઆરીએ કલેક્ટરોને 12 વર્ષ પહેલાની એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ (ASR) જંત્રીનું રિવિઝન કરવા સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ જેનુ દેવને આદેશ કર્યા હતા. જેમાં સ્પષ્ટપણે જાન્યુઆરી- 2023માં જંત્રીના સરવેની કામગીરી હાથ ધરવા કહેવાયુ હતુ.

વિસ્તૃત અહેવાલ મોકલવા સુચના અપાઈ હતી

આ પ્રક્રિયાના આરંભે સર્વ પ્રથમ જે તે જિલ્લામાં બિલ્ડર્સ સહિતના જમીન વિકાસકારો, ખેડૂતો, જમીન અને મિલકત માલિકો, દસ્તાવેજ અને તેની નોંધણી તેમજ મિલકત મૂલ્યાકંન સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને તેમના સુચનો, રજૂઆતો એકત્ર કરીને વિસ્તૃત અહેવાલ મોકલવા સુચના અપાઈ હતી.

જંત્રીના દરોમાં 12 વર્ષથી કોઈ વધારો થયો નથી

રાજ્યમાં જમીન અને જમીન સંલગ્ન મિલકતોમાં સરકારી રાહે તળિયાની કિંમત ઠેરવતા જંત્રીના દરોમાં 12 વર્ષથી કોઈ વધારો થયો નથી. આગામી નાણાકીય વર્ષમાં તેમાં વધારો નિશ્ચિત છે. જેના માટે ગ્રામિણ ગુજરાતના 7,83,602 તેમજ શહેરી ક્ષેત્રોના 7,83,602 વેલ્યુઝોનમાં એક દાયકામાં ભૌગોલિક સ્તરે થયેલા વિકાસ, માળખાગત સુવિધાઓનો વધારો અને ત્યાં નોંધાયેલા દસ્તાવેજો સહિત તમામ પાસાઓને આવરી લઈને થનારા સરવેની કામગીરી પૂર્વે સ્ટેક હોલ્ડર્સના અભિપ્રાયો અનિવાર્ય હોવાથી કલેક્ટરોને તાકીદ કરાઈ છે. ઉલ્લેખનિય છે કે, 12 વર્ષ જૂની અને હાલમાં અમલમાં રહેલા વર્તમાન જંત્રીના દરો નક્કી કરવામાં મહેસૂલ વિભાગને બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

Back to top button