ગુજરાત: ચાની લારી ચલાવતા વ્યક્તિને રૂ.49 કરોડની પેનલ્ટી ભરવા ITની નોટિસ, જાણો સમગ્ર મામલો
- વ્યક્તિને પાન કાર્ડ માટે બીજાને ડોક્યુમેન્ટ આપવા ભારે પડ્યા છે
- અલ્પેશ પટેલ અને વિપુલ પટેલને 10 વર્ષ અગાઉ ડોક્યુમેન્ટ આપ્યા હતા
- વર્ષ 2014થી 2016માં થયેલા નાણાં વ્યવહારને લઈ નોટિસ આપવામાં આવી
ગુજરાતના પાટણ શહેરમાં ચાની લારી ચલાવતા વ્યક્તિને રૂ.49 કરોડની પેનલ્ટી ભરવા ITની નોટિસ આવી છે. જેમાં પાન કાર્ડ માટે બીજાને ડોક્યુમેન્ટ આપવા ભારે પડ્યા છે. તેમાં ડોક્યુમેન્ટથી બેન્કમાં ખાતું ખોલી હવાલાના વ્યવહાર થયા છે. જેમાં વર્ષ 2014થી 2016માં થયેલા નાણાં વ્યવહારને લઈ નોટિસ આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત: IRS ચંદ્રકાંત વળવી સામેના આરોપથી બ્યૂરોક્રેટ્સમાં ખળભળાટ
અલ્પેશ પટેલ અને વિપુલ પટેલને 10 વર્ષ અગાઉ ડોક્યુમેન્ટ આપ્યા હતા
પાટણ નવાગજ બજારમા ચાની લારી ચલાવતા ખેમરાજ દવેને ટેક્ક્ષ અને પેનલ્ટી ભરવા આઇટીની 49 કરોડની નોટિસ છે. ખેમરાજ દવેએ પાન કાર્ડ કઢાવવા ગજબજારમાં પેઢી ચલાવતા અલ્પેશ પટેલ અને વિપુલ પટેલને 10 વર્ષ અગાઉ ડોક્યુમેન્ટ આપ્યા હતા. તેમાં ગજબજારમા પેઢી ચલાવતા બન્ને ભાઈઓએ ડોક્યુમેન્ટનો દૂર ઉપયોગ કરી અલગ અલગ બેંકમા ખાતા ખોલાવી હવાલા વ્યવહાર કર્યા હતા. બંને ભાઈઓએ વર્ષ 2014-15 અને વર્ષ 2015-16 મા થયેલ નાણાં વ્યવહારને લઈ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા નોટિસ અપાઈ છે. ચાની લારી ચલાવતા ખેમરાજ દવેને નોટિસ મળતા તેવોએ બંને ભાઈઓ વિરુઘ પાટણ બી ડિવીજન પોલીસ મથકે ફરિયાદ નોંઘાવી છે.
ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર જઈને નોટિસની ખરાઈ કરી શકાય છે
તમારા રિટર્નમાં ખામી હોવાનું જણાવી આવકવેરા ખાતાને નામે કેટલીક ખાનગી સંસ્થાઓ કે વ્યક્તિઓ કરદાતાઓને નોટિસ આપી દેતી હોવાનું જોવા મળે છે. સામાન્ય રીતે આવકવેરા ખાતાની નોટિસ જોઈને કરદાતાના મોતિયા મરી જતાં હોવાનું જોવા મળે છે. વાસ્તવમાં કરદાતાએ ડરી જવાની જરૂર નથી. તેમણે તે નોટિસની સચ્ચાઈ અંગે પહેલે ખરાઈ કરી લેવી જોઈએ. આજકાલ ઈન્કમટેક્સના નામે બોગસ વ્યક્તિઓ દ્વારા નોટિસ પાઠવી દેવાની ઘટનાઓ બનતી હોય છે. તેથી જ ટેક્સપેયર્સને મળેલી નોટિસ ખરી છે કે નહિ તેની ચકાસણી કરવી ફરજિયાત બની ગઈ છે. જેના માટે સૌ પ્રથમ તો કરદાતાઓ નોટિસ કયા ઈ-મેઈલ આઈડી પરથી મોકલવામાં આવી છે . તે ચકાસી લેવુ જોઈએ. ત્યારબાદ જે તે ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર જઈને નોટિસની ખરાઈ કરી શકાય છે.