ગુજરાત: રેશનકાર્ડ એક્ટિવ રાખવા માટે આ કાર્ય કરવું છે જરૂરી
- હાલ રેશનકાર્ડનું ઇ-કેવાયસી કરવા માટેની કામગીરી ચાલી રહી છે
- વિવિધ જગ્યાએ કેમ્પનું આયોજન પણ કરવામાં આવી રહ્યો છે
- તમામ રેશનકાર્ડઘારકોએ પોતાના રેશનકાર્ડનું ઇ-કેવાયસી કરાવવું આવશ્યક
ગાંધીનગર જિલ્લાના રેશનકાર્ડધારકોને તેમના રેશનકાર્ડ એક્ટિવ રાખવા માટે અને રેશનકાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ લેવા માટે તમામ રેશનકાર્ડ ઘારકોને પોતાનું રેશનકાર્ડનું ઇ-કેવાયી કરાવવું આવશ્યક છે ત્યારે ગામે ગામ હાલ રેશનકાર્ડનું ઇ-કેવાયસી કરવા માટેની કામગીરી ચાલી રહી છે. જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા કેમ્પો પણ કરવામાં આવી રહ્યા છે તેમ છતા સર્વર સહિતના વિવિધ પ્રશ્નોને પગલે જિલ્લામાં હજુ 65 ટકા જેટલી કામગીરી બાકી છે.
તમામ રેશનકાર્ડઘારકોએ પોતાના રેશનકાર્ડનું ઇ-કેવાયસી કરાવવું આવશ્યક
સરકારની સૂચના મુજબ ગાંધીનગર જિલ્લામાં એનએફએસએ, નોન એનએફએસએ, એપીએલ- 1 અને 2, બીપીએલ કે અત્યોદય હોય તેવા તમામ રેશનકાર્ડઘારકોએ પોતાના રેશનકાર્ડનું ઇ-કેવાયસી કરાવવું આવશ્યક છે. જે રેશનકાર્ડ ઘારકોને હજુ ઇ-કેવાયસી કરાવવાનું બાકી છે, તેવા રેશનકાર્ડ ઘારકોએ પોતાના કાર્ડનું ઇ-કેવાયસી કરાવવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલમાં તથા ભવિષ્યમાં મળનારી સરકારી યોજનાના લાભ અને સુવિધાઓનો લાભ લેવા માટે રેશનકાર્ડનું ઇ-કેવાયસી કરાવવું ફરજીયાત છે તેવી સ્થિતિમાં ગાંધીનગર જિલ્લામાં કુલ 3.1 લાખ રેશનકાર્ડની સામે 1.05 લાખ રેશનકાર્ડનું જ ઇ-કેવાયસી થયું છે.
વિવિધ જગ્યાએ કેમ્પનું આયોજન પણ કરવામાં આવી રહ્યો છે
ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં ઇ-કેવાયસીની કામગીરી ઘણા વખતથી શરૂ કરી દેવામાં આવી હોવા છતા જિલ્લામાં ફક્ત ૩૦થી ૩૩ ટકા જેટલી જ કામગીરી થઇ શકી છે જો કે, સર્વર ડાઉન સહિતની ટેકનીકલ ખામીઓને કારણે ગાંધીનગર જિલ્લામાં 65 ટકા જેટલી કામગીરી પેન્ડીંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. કામગીરી ઝડપથી કરવા માટે હવે પુરવઠા તંત્ર દ્વારા તાલુકાકક્ષાએ તથા ગ્રામ્યકક્ષાએ વિવિધ જગ્યાએ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસના દર્દીઓમાં વધારો, આંકડો જાણી દંગ રહેશો