ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત IT વિભાગને વર્ષ 23-24માં 31 માર્ચ સુધી 1 લાખ કરોડનો ટેકસ મળ્યો

Text To Speech
  • બાકી લેણાની વસૂલાત ઉપરાતં સ્કુટીની કેસોમાંથી પણ ટેકસની આવક થઇ
  • ચૂંટણી જાહેર થઇ જતાં હાલ બદલીના ઓર્ડરો પર બ્રેક વાગી ગઈ
  • વર્ષ દરમિયાન વ્યક્તિગત અને કોર્પોરેટ કરદાતાઓને 17,500 કરોડનું રીફંડ ચૂકવ્યા બાદ પણ આવક

ગુજરાત IT વિભાગને વર્ષ 23-24માં 31 માર્ચ સુધી 1 લાખ કરોડનો ટેકસ મળ્યો છે. જેમાં 17,500 કરોડનું રિફંડ ચૂકવ્યા બાદ નેટ ઇન્કમ 92,100 કરોડની આવક થઈ છે. ગત વર્ષે 82,900 કરોડનો ટેકસ મળ્યો હતો. તેમજ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 11 ટકાનો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા

બાકી લેણાની વસૂલાત ઉપરાતં સ્કુટીની કેસોમાંથી પણ ટેકસની આવક થઇ

વર્ષ દરમિયાન વ્યક્તિગત અને કોર્પોરેટ કરદાતાઓને 17,500 કરોડનું રીફંડ ચૂકવ્યા બાદ નેટ ઇન્કમ રૂ. 92,100 કરોડની થઈ છે. ગત્ત વર્ષ 22-23માં કુલ ઇન્કમટેકસ 82,900 કરોડનો મળ્યો હતો. આમ 11 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. વ્યક્તિગત કરદાતાઓને 11,700 કરોડ અને કોર્પોરેટ ક્ષેત્રમાં 5,700 કરોડનુ રિફંડ ચૂકવાયું છે. વર્ષ દરમિયાન ઇનવેસ્ટિગેશન વિભાગે રાજ્યભરમાં દરોડા પાડીને 100 કરોડની અંદાજિત રોકડ રકમ અને 200 કરોડનું જવેરાત પણ જપ્ત કર્યું હતું. દરોડા દરમિયાન અંદાજે 2 હજાર કરોડની કરચોરી પકડાઈ હતી જે પૈકી 50 ટકા ટેકસ વસૂલી લેવામા આવતા ગુજરાત ઇન્કમટેકસ વિભાગની આવકમાં વધારો જોવા મળ્યો છે. બાકી લેણાની વસૂલાત ઉપરાતં સ્કુટીની કેસોમાંથી પણ ટેકસની આવક થઇ છે.

ચૂંટણી જાહેર થઇ જતાં હાલ બદલીના ઓર્ડરો પર બ્રેક વાગી ગઈ

નવા વર્ષ 24-25 નો ટાર્ગેટ હજુ આપવામાં આવ્યો નથી. જોકે 1 લાખ કરોડની આવક થતાં હવે ટાર્ગેટ પણ વધારે આપવામાં આવે તેવી શક્યતા છે. 31 માર્ચ પછી આવકવેરા વિભાગે બઢતી અને બદલી એપ્રિલ અને મે મહિનામાં કરવામાં આવતી હોય છે, પરંતુ ચૂંટણી જાહેર થઇ જતાં હાલ બદલીના ઓર્ડરો પર બ્રેક વાગી ગઈ છે. વર્ષ 22-23માં નોન કોર્પોરેટ ટેક્સ પેયર્સ 73.8 લાખ હતા. 94 ટકા કરદાતાઓએ 10 લાખ કે 10ની અંદર આવક ધરાવતા હોય તેવા કરદાતાઓને ટેકસ ભર્યો હતો. વર્ષ 21-22 36,800 કરોડનો ટેકસ મળ્યો હતો. 24,800 કરોડનો ટીડીએસ અને એડવાન્સ ટેકસ 7,100 કરોડનો હાંસિલ કર્યો હતો. 21-22 માં કરદાતાઓને 5,100 કરોડનું રિફંડ ચૂકવાયું હતું. 22-23માં 10 ,000 હજાર કરોડનું રિફંડ ચૂકવાયું હતું.

Back to top button