ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આ વર્ષનો ઉનાળો આકરો રહેવાની શક્યતા

Text To Speech

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં મહત્તમ તાપમાન 3થી 4 ડિગ્રી સુધી વધી ગયું છે. એક સપ્તાહ પહેલાં અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 28 ડિગ્રી હતું. જે વધીને 33 ડિગ્રીએ પહોંચી ગયું છે. ત્યારે આ મહિનાના અંતમાં જ ગરમી શરૂ થઇ જશે અને પારો ક્યાંક 38 ડિગ્રી સુધી જવાની અને ઉનાળો આકરો રહેવાની વકી છે.

આ પણ વાંચો:  અમદાવાદમાં આજથી ધો.10ની પ્રિ-બોર્ડ એક્ઝામનો પ્રારંભ

મહત્તમ અને લઘુતમ તાપમાનમાં સતત વધારો

સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે, હજુ લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેતા વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જ્યારે બપોરે તાપમાનનો પારો 32 ડિગ્રીની આસપાસ રહેતા ગરમી વર્તાઇ રહી છે. આમ બૈવડી ઋતુને કારણે લોકો રોગના ભોગ બની રહ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાતમાં નવી જંત્રીની અસર, જાણો કેટલા દસ્તાવેજ નોંધાયા અને કેટલા ટોકન ઈસ્યુ થયા

હાલ તો ઠંડી ઘટી રહી છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે

ત્યારે હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, હાલ તો ઠંડી ઘટી રહી છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. વહેલી સવારે ઠંડી લાગે છે. જ્યારે મહત્તમ તાપમાન વધવાના કારણે દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.

ચાલુ વર્ષનો ઉનાળો આકરો રહેવાની પણ શક્યતા

લઘુત્તમ તાપમાન પણ વધી જશે. 12 અને 13 ફેબ્રુઆરીના વાદળછાયું વાતાવરણ રહેશે. 19થી 20 ફેબ્રુઆરીએ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી જોર પકડશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 37થી 38 ડિગ્રી આસપાસ પહોંચી જશે. માર્ચ મહિનામાં આકરી ગરમીનો અહેસાસ થવા લાગશે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચી જશે. એપ્રિલ અને મે મહિનામાં તો અંગ દઝાડતો તાપ પડશે. ચાલુ વર્ષનો ઉનાળો આકરો રહેવાની પણ શક્યતા છે.

Back to top button