ગુજરાતમાં ઠંડી વચ્ચે માવઠું, જાણો કયા આવ્યો વરસાદ
- વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું
- કમોસમી વરસાદ ખાબકતાં ભરશિયાળી ચોમાસા જેવો માહોલ સર્જાયો
- રાજ્યમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે
ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઇ છે ત્યાં તો વલસાડ પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વલસાડ જિલ્લા ધરમપુર, ગોરખડા, મોહપાડા, આવધા, રાજપુર સહિતના આંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતાં ભરશિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું
શિયાળાની સિઝનમાં વરસાદ આવતા વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ માવઠાના લીધે શિયાળુ પાકને નુકસાન પહોંચવાની ભિતિ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે કસોમસમી વરસાદની આગાહી કરી હતી. છઠ્ઠી ડિસેમ્બર બાદ તાપમાન 14થી નીચે જતાં ઠંડી વધશે. હવામાન નિષ્ણાતોને મતે અમદાવાદમાં 6 ડિસેમ્બર બાદ અમદાવાદમાં ઠંડીનું જોર વધશે.
રાજ્યમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે
15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ડીસા, પોરબંદર, જામનગર, રાજકોટનો સમાવેશ થાય છે. આગામી સાતમી ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ જ રહી શકે છે. આ પછી પારો તબક્કાવાર ઘટવા લાગતાં ઠંડીમાં વધારો અનુભવાશે. 20મી ડિસેમ્બર બાદ પારો 11 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્તારમાં સતત હિમવર્ષાને કારણે આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં પ્રજનનક્ષમતા દરમાં થયો ઘટાડો, જાણો શું છે કારણ