ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: જેતપુર પાલિકામાં રસપ્રદ ચૂંટણી જંગ, 140 પૈકી 47 અપક્ષ ઉમેદવારો

Text To Speech
  • 161 બેઠકો માટે કુલ 469 ઉમેદવારો મેદાનમાં
  • ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ સર્જાઇ છે
  • જેતપુર પાલિકાનો ચૂંટણી જંગ આ વખતે રસપ્રદ બનશે

રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકા જેતપુર, ભાયાવદર, ધોરાજી, જસદણ તથા ઉપલેટાની ચૂંટણી તા. 16મીએ યોજાશે. પાંચ નગરપાલિકાની કુલ 168 બેઠકો પૈકી 7 બેઠકો બિનહરિફ થતા હવે 161 બેઠકો માટે કુલ 469 ઉમેદવારો મેદાનમાં છે.

જેતપુર પાલિકાનો ચૂંટણી જંગ આ વખતે રસપ્રદ બનશે

5 પૈકી જેતપુર પાલિકાનો ચૂંટણી જંગ આ વખતે રસપ્રદ બનશે. જેતપુર ભાજપમાં આંતરિક અસંતોષ અને જૂથવાદ વચ્ચે ટિકિટ કપાતા ભાજપના અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. પરિણામે જેતપુરમાં કુલ 140 ઉમેદવારો પૈકી 47 ઉમેદવાર અપક્ષ છે. તેથી આ પાલિકાના મતદાન તથા પરિણામ પર સૌની મીટ મંડાઇ છે. જ્યારે અન્ય ચાર પાલિકામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે.

11 વોર્ડની 44 બેઠકો પર 140 ઉમેદવારો ચૂંટણી લડશે

જેતપુર – નવાગઢ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો પર 140 ઉમેદવારો ચૂંટણી લડશે. જેતપુર પાલિકામાં અપક્ષ ઉમેદવારો વધુ છે. જેતપુર ભાજપ સંગઠનમાં અંદરોઅંદર વિખવાદ ચાલી રહ્યો છે. તથા ટિકિટ ન મળતા ભાજપમાં અસંતોષ વર્ક્યો છે. ટિકિટ પસંદગીમાં પ્રદેશ નેતાગીરીએ નિયમો નેવે મૂકી ટિકિટ ફાળવી અને સંનિષ્ઠ વફાદાર કાર્યકરોને ટિકિટથી વંચિત રાખ્યાનો ઘાટ સર્જાતા સ્થાનિક કક્ષાએ નારાજગી વ્યાપી છે.

ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ સર્જાઇ છે

ભાજપના અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ સર્જાઇ છે. વધુ અપક્ષ ઉમેદવારોને લીધે પરિણામ પર અસર થશે તેવું મનાઇ રહ્યું છે. જેતપુર પાલિકામાં ભાજપના 42, કોંગ્રેસના 28, આપના 22, અપક્ષ – 4 અને બસપાના 1 મળી કુલ 140 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે.

આ પણ વાંચો: પાટણ: વડાવલી ગામના તળાવમાં ડૂબી જવાથી બાળકો સહિત 5 લોકોના મૃત્યુ

Back to top button