ગુજરાત: ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચની ઓનલાઇન ટિકિટ લેતા સાવધાન!
- ઓનલાઇન ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ લેવાની ભારે પડી
- 5 ઓક્ટોમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિક્રેટ મેચ અમદાવાદમાં રમાવવાની
- કોડ સ્કેન કરતા બોગસ હોવાનું સામે આવ્યું
ગુજરાતમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચની ઓનલાઇન ટિકિટ લેતા સાવધાન થઇ જજો. જેમાં ભારત-પાક.ની મેચની ઓનલાઇન ટિકિટ લેવા જતા યુવકે રૂપિયા 5,250 ગુમાવ્યા છે. સોશિયલ મીડિયામાં રિલ જોઈ છ ટિકિટના એડવાન્સ ભર્યાં હતા. તેમાં ગઠિયાએ ઈ-મેઈલ પર છ ટિકિટ બુકિંગના ક્યુઆર કોર્ડ મોકલી આપ્યા હતા. પરંતુ કોડ સ્કેન કરતા બોગસ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા આઠ મહિનામાં સ્વાઈન ફલૂના દર્દીઓનો આંકડો જાણી રહેશો દંગ
ઓનલાઇન ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ લેવાની ભારે પડી
ગાંધીનગરમાં રહેતા વિદ્યાર્થીને ઓનલાઇન ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ લેવાની ભારે પડી હતી. વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં રીલ જોઇને ક્રિક્રેટ મેચની છ ટિકિટોના એડવાન્સ રૂ. 5,250 ભર્યા હતા. જે બાદ ગઠિયાએ ઈ-મેઈલ પર છ ટિકિટ બુકિંગ આઈડી અને ક્યુઆર કોર્ડ મોકલી આપ્યો હતો, પરંતુ તે કોડ સ્કેન કરતા બોગસ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે વિદ્યાર્થીએ અજાણ્યા ગઠિયા સામે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગર રાયસણ ખાતે આવેલી પીડીપીયુ હોસ્ટેલ ખાતે 22 વર્ષીય રવિતેજા પદ્મા રહે છે અને પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.
આ પણ વાંચો: અમદાવાદ: સાઇબર સિક્યુરિટી દ્વારા બ્લેકમેઇલ કરીને લાખો પડાવવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો
5 ઓક્ટોમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિક્રેટ મેચ અમદાવાદમાં રમાવવાની
આગામી 5 ઓક્ટોમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિક્રેટ મેચ અમદાવાદમાં રમાવવાની હોવાથી ટિકિટની પૂછપરછ માટે રવિતેજા અને તેનો મિત્ર નીલ પટેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગયા હતા. તે સમયે નીલ પટેલના ઈન્ટાગ્રામ પર એક રીલમાં જાહેર ખબર આવી હતી. જેમાં ભારત-પાકિસ્તાન મેચની ઓનલાઈન ટિકિટની જાહેરાત હતી. જેથી નિલે મેસેજ કરી ટીકીટ બાબતે પુછપરછ કરતા એક ટિકિટનાં રૂ. 3,500 કહ્યા હતા. જેથી રવિતેજા અને નિલે છ ટિકિટ લેવાની વાત કરી ત્યારે સામે રહેલા અજાણ્યા શખ્સે રૂ. 21 હજાર નક્કી કર્યા હતા.