ગુજરાત: સીતા માતા વિશે સોશિયલ મીડિયા ઉપર અભદ્ર ટિપ્પણી કરવી વ્યક્તિને ભારે પડી
- ફેસબુક પોસ્ટ પર માતા સીતા વિશે અભદ્ર ટિપ્પણી કરી
- કેનેડા રહેતા યુવકે અભદ્ર ટીપ્પણી સાથેનો સ્ક્રિન શોટ મિત્રને મોકલ્યો
- શાહજીમ મોમીનની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો
કલોલમાં માતા સીતા વિશે સોશિયલ મીડિયા ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર ઈસમની ધરપકડ કરવામાં આવી છે. ફેસબુકમાં ડાયરાની પોસ્ટની નીચે અભદ્ર લખાણ લખ્યુ હતું. જેમાં યુવકે માતા સીતા વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી. તેમાં કેનેડા રહેતા યુવકે અભદ્ર ટીપ્પણી સાથેનો સ્ક્રિન શોટ કલોલ રહેતા મિત્રને મોકલી જાણ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતનું આ શહેર બન્યું ઠંડુગાર, જાણો કેટલુ રહ્યું તાપમાન
ફેસબુક પોસ્ટ પર માતા સીતા વિશે અભદ્ર ટિપ્પણી કરી
કલોલમાં સોશિયલ મીડીયા ઉપર યુવકની ફેસબુક પોસ્ટ પર માતા સીતા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. જે અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક પગલા ભરતા ટિપ્પણી કરનાર યુવકને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. અયોધ્યામાં ભગવાન રામના નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કલોલમાં ઉત્સવની ઉજવણી અંગે જુના ચોરા પાસે યુવકો તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે કેનેડામાં રહેતા એક યુવકના મિત્રએ ફોન કરી જણાવ્યુ હતુકે, તેણે બે દિવસ પહેલા ડાયરાની પોસ્ટ ફેસબુક ઉપર મુકી હતી. જેમાં એક યુવકે માતા સીતા વિશે અભદ્ર ટીપ્પણી કરી બિભત્સ લખાણ લખી પોસ્ટ કરી છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારના મંત્રી મંડળના સભ્યો અયોધ્યા રામ મંદિર દર્શને જશે
શાહજીમ મોમીનની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો
ફોન કરનાર યુવકે આ અભદ્ર ટીપ્પણી સાથેનો સ્ક્રિનસોટ પણ યુવકને મોકલ્યો હતો. આ સ્ક્રીનશોટ જોતા તેમા અભદ્ર લખાણ માલુમ પડયું હતું. અને તેના કારણે હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાય અને કોમી રમખાણ થાય તેવી પોસ્ટ હતી. જેના પગલે પોસ્ટ મુકનાર શાહજીમ મોમીન નામના યુવક સામે કલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક પગલા ભરીને માતા સીતા વિશે ફેસબુકમાં અભદ્ર લખાણ લખીને પોસ્ટ કરનાર શાહજીમ મોમીનની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.