ગુજરાત: ખાદ્યતેલના ભાવમાં વધારો, સપ્તાહમાં 15 કિલોએ રૂપિયા 400 વધ્યા
- હાલ માર્કેટમાં કપાસિયા તેલની વધારે માંગ જોવા મળેલ છે
- પામ ઓઈલના ભાવ એક સપ્તાહ પહેલા 15 કિલોના રૂ.1520 હતા
- કેન્દ્ર સરકારે કસ્ટમ્સ ડયુટી આયાતી તેલો પર નાખવામા આવી છે
ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. જેમાં કપાસિયા તેલના ભાવમાં સપ્તાહમાં 15 કિલોએ રૂપિયા 400નો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પામઓઈલ અને સુર્યમુખીના તેલની આયાત પર 32 ટકા જેવી કસ્ટમ્સ ડયુટી લાદી દેવામાં આવતા સ્થાનિક બજારમાં જયારથી ડયુટી અમલી બની છે ત્યારથી ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં કપાસિયા તેલના ભાવમાં રૂ.400નો વધારો થયો છે.
આ પણ વાંચો: ગુજરાત માટે જાણો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની શું કરી આગાહી
કેન્દ્ર સરકારે કસ્ટમ્સ ડયુટી આયાતી તેલો પર નાખવામા આવી છે
પામઓઈલના ભાવ પણ ભડકે બળી રહ્યા છે અને તેમાં સપ્તાહમાં રૂ.300નો વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે કસ્ટમ્સ ડયુટી આયાતી તેલો પર નાખવામા આવી છે અને તેની અસર સ્થાનિક બજારમાં થઈ રહેલ છે. હોલસેલ અનાજ-કરિયાણાના વેપારીના જણાવ્યા મુજબ હાલ માર્કેટમાં કપાસિયા તેલની વધારે માંગ જોવા મળેલ છે સામે કાચા માલની અછત પણ એટલી જ છે આથી મીલરો દ્વારા પીલાણ થઈ શકતું નથી. આથી માર્કેટમાં તેલની શોર્ટેજ જોવા મળી રહી છે અને તેને કારણે ભાવ બેકાબુ બની ગયા છે. આ ભાવવધારાનો ખેલ દશેરા સુધી જોવા મળશે કેમકે ત્યારબાદ નવું તેલ બજારમાં આવતા ભાવ નીચા ઉતરવા માંડશે.
પામ ઓઈલના ભાવ એક સપ્તાહ પહેલા 15 કિલોના રૂ.1520 હતા
કપાસિયા તેલની માફક પામ ઓઈલ અને સુર્યમુખીના તેલના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. પામ ઓઈલના ભાવ એક સપ્તાહ પહેલા 15 કિલોના રૂ.1520 હતા તે આજે વધીને રૂ.1900 થઈ ગયા છે. આમ છતાં જોઈએ તેટલા પ્રમાણમાં તેલનો જથ્થો મળતો નથી. હાલ મીલરો કાચા માલની ભારે ખેંચ અનુભવી રહ્યા છે અને નવો માલ હજુ બજારમાં આવ્યો નથી આથી જે માલ પડયો છે તેમાં અત્યારે નફાખોરો દ્વારા નફો કમાવવાના હેતુથી ભાવવધારો કરવામા આવી રહ્યો છે. નાળિયરના ભાવમાં 15નો વધારો દેશમાં નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન કાલીકટમાં કરવામા આવે છે પણ ચાલુ વર્ષે કાલીકટમાં ભારે વરસાદને કારણે તેની સીધી અસર નાળિયયેરના પાક પર પડી છે અને શહેરની બજારમાં જે નાળિયર રૂ.20ના ભાવથી મળતું તેના ભાવમાં એક ઝાટકે રૂ.15નો વધારો થયો છે અને ભાવ એક નાળિયેરનો રૂ.35 થઈ ગયો છે.