ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ખાદ્યતેલમાં થયો ભાવ વધારો, સામાન્ય માણસનું બજેટ ખોરવાશે

Text To Speech
  • ભાવ વધારો થતા લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો
  • સીંગતેલનો ડબ્બાનો ભાવ રૂ 2645એ પહોંચ્યો છે
  • 15 દિવસમાં પામતેલના ભાવમાં રૂપિયા 240નો વધારો થયો

ખાદ્યતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. 15 દિવસમાં ફરીથી ભાવ વધારો થતા લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહિ મળવાને કારણે પિલાણ ઘટ્યું છે.

આ પણ વાંચો: સુરતમાં રોગચાળાને લઇ MLA કુમાર કાનાણી મેદાને ઉતર્યા 

પિલાણ ઓછું થતાં તેલના ભાવમાં વધારો નોંધાયો

પિલાણ ઓછું થતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે. સાથે સાથે ગત અઠવાડિયે પણ તેલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ગત અઠવાડિયે પણ ભાવમાં રૂપિયા 20થી 40નો વધારો થયો હતો. રાજકોટમાં 15 દિવસમાં પામતેલના ભાવમાં રૂપિયા 240નો વધારો થયો છે. 15 દિવસમાં કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 110નો વધારો થયો છે. સીંગતેલના ભાવમાં રૂપિયા 40નો વધારો થયો છે. જયારે સીંગતેલનો ડબ્બાનો ભાવ રૂ 2645એ પહોંચ્યો છે.

આયાતી તેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાની વિચારણા ચાલી રહી છે

આયાતી તેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાની વિચારણા ચાલી રહી છે જેને લઈને ખાદ્યતેલના ભાવમાં થયો ધરખમ વધારો નોંધાયો છે. દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામા આવ્યો છે. એક તરફ શાકભાજી અને જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ, તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. 7 સપ્ટેમ્બર – સિંગતેલમાં 60 રૂપિયા અને કપાસિયા તેલમાં 70 રૂપિયાનો વધારો, 29 જુલાઈ – 80 રૂપિયાનો વધારો, 16 જુલાઈ – 40 રૂપિયાનો વધારો, 4 જુલાઈ – 70 રૂપિયાનો વધારો, 29 જુન – 30 રૂપિયાનો વધારો, 5 મે- 10 રૂપિયાનો વધારો થયો હતો.

Back to top button