ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: કડકડતી ઠંડીમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો, મોતનો આંકડો જાણી રહેશો દંગ

Text To Speech

ગુજરાતમાં વર્ષ 2022માં સ્વાઈન ફ્લૂના કારણે 71 દર્દીએ દમ તોડયા છે. જેમાં ડિસેમ્બરમાં નવા 35 કેસ સાથે કુલ 4 દર્દીનાં મોત થયા છે. તેમજ 2022ના અરસામાં એકંદરે કુલ 2,174 કેસ ગુજરાતમાં નોંધાયા છે. જે પૈકી 71 દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતા.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં ધોરણ 10ની પ્રિ-બોર્ડ એક્ઝામ આ તારીખથી થશે શરૂ

સારવાર દરમિયાન ચાર દર્દીનાં મોત

ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં સ્વાઈન ફલૂના નવા 35 કેસ નોંધાયા છે, જે પૈકી સારવાર દરમિયાન ચાર દર્દીનાં મોત થયાં છે. કેલેન્ડર વર્ષ 2022ના અરસામાં એકંદરે કુલ 2,174 કેસ ગુજરાતમાં નોંધાયા હતા, જે પૈકી 71 દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતા. સ્વાઈન ફલૂના કેસ અને મોત મામલે ગુજરાત મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે રહ્યો છે. કેન્દ્ર સરકારના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

એક વર્ષમાં 71 દર્દીનાં મોત થયાં

ગુજરાતમાં છેલ્લે ઓગસ્ટ મહિનામાં સ્વાઈન ફલૂએ કેર વર્તાવ્યો હતો, એક વર્ષમાં 71 દર્દીનાં મોત થયાં છે, પરંતુ ઓગસ્ટમાં જ અડધો અડધ જેટલા એટલે કે 35 દર્દીનાં મોત નોંધાયા હતા. 2022માં મહારાષ્ટ્રમાં 3714 કેસ સાથે 215 દર્દીનાં મોત થયાં છે. પંજાબમાં 42 અને તામિલનાડુમાં 25 દર્દીનાં મોત થયાં છે. ગુજરાતમાં વર્ષ 2019માં 4844 કેસ સાથે 151નાં મોત થયાં હતા. સ્વાઈન ફલૂના લક્ષણો પણ કોરોના જેવા જ છે. અમદાવાદની સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં મોટા ભાગના દર્દીને ઓક્સિજન સહારે સારવાર આપવાની જરૂર પડી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે, જાણો કયા રહેશે કોલ્ડવેવ

ગુજરાતમાં સ્વાઈન ફલૂએ 6 વર્ષમાં 754 દર્દીનો ભોગ લીધો

ગુજરાતમાં વર્ષ 2017થી 2022 એમ છ વર્ષમાં સ્વાઈન ફલૂના કારણે 754 દર્દીનાં મોત થયા છે. વર્ષ 2017માં સૌથી વધુ 431, 2018માં 97, 2019માં 151, 2020માં 2, વર્ષ 2021માં 2 દર્દીના મોત નોંધાયા હતા.

Back to top button