ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: આ જિલ્લામાં જંત્રીના સર્વે માટે તંત્ર સજ્જ થયુ, જમીનધારકોને ફાયદો

  • નવસારી જિલ્લામાં 368 મહેસૂલી ગામમાં જંત્રીના સર્વે માટે તંત્ર સજ્જ
  • 137 અધિકારી કર્મચારીઓની 46 ટીમો એક માસમાં કામ કરશે
  • 11 વર્ષ બાદ નવી જંત્રી દર નક્કી કરવા માટે વહીવટી તૈયાર

નવા જંત્રીદર નક્કી કરવા માટે નવસારી જિલ્લાના 368 મહેસૂલી ગામમાં જંત્રી સર્વે માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના માટે 46 ટીમોની રચના કરી 137 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં તલાટી, નાયબ મામલતદાર , મામલતદાર, પ્રાંત અધિકારી, ડેપ્યુટી કલેક્ટર અને ટેક્નિકલ કર્મચારીઓનો સમાવેશ કરાયો છે. એક માસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી સરકારને દરખાસ્ત કરાશે. જેમાં નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે, ગામવાઇઝ ઓછી-વધારે જંત્રી સહિતના બાહ્ય પરિબળોને ધ્યાને રાખીને સરવે કરવામાં આવનાર હોવાનું નવસારી નિવાસી અધિક કલેક્ટર કેતનભાઇ જોષીએ જણાવ્યું છે.

11 વર્ષ બાદ નવી જંત્રી દર નક્કી કરવા માટે વહીવટી તૈયાર

11 વર્ષ બાદ નવી જંત્રી દર નક્કી કરવા માટે વહીવટી તંત્ર સજ્જ છે. ત્યારે હાલમાં મહેસૂલી ગામો નો જ સરવે થશે. જેમાં નવસારી જિલ્લાના 6 તાલુકાના 368 ગામોમાં 46 ટીમોમાં 137 વ્યક્તિઓ દ્વારા સર્વે કરવામાં આવશે. જેમાં તલાટી, નાયબ મામલતદાર, મામલતદાર, પ્રાંત અધિકારી, ડેપ્યુટી કલેક્ટર અને ટેક્નિકલ કર્મચારીઓનો સમાવેશ કરી હાલમાં મહેસૂલ ગામોનો સર્વે થશે. ત્યારબાદ સરકારના કાર્યક્રમ અનુસાર શહેરી વિસ્તારની જંત્રીના દરની કામગીરી હાથ ધરાશે.

આ પણ વાંચો: PM મોદી વડોદરા જિલ્લાના 95 ગામના 137 લાભાર્થીઓને આવાસ ફાળવશે

ગામેગામ વિસ્તારવાઇસ સર્વે હાથ ધરાશે

નવસારી જિલ્લાના જલાલપોર, નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા આમ છ તાલુકાના 368 મહેસૂલી ગામમાં નવી જંત્રી માટે મહેસૂલ વિભાગ દ્વારા હાથ ધરાયેલી સર્વેની કામગીરી શરૂ થતાં ગામેગામ વિસ્તારવાઇસ સર્વે હાથ ધરાશે. સર્વે દરમિયાન મિલકત જમીનની બજાર કિંમતો હાલ જે-તે વિસ્તારની વર્તમાન પરિસ્થિતિ, બજારની સ્થિતિ, નવી અને જૂની જંત્રીમાં વિસ્તાર વાઇઝ વધઘટના પાસાઓ વિસંગિત વિસ્તારમાં ખાસ સર્વે હાથ ધરીને નવી જૂની જંત્રીના વિવિધ પાસાંઓને ધ્યાનમાં લેવામાં આવશે. સર્વે માટેની ટીમ દરેક ગામ ખુંદશે. જેમાં અગાઉની અને અત્યારની મિલકત જમીનમાં ખુલ્લી જમીન ખેતી વિષયક જમીન, કોમર્શિયલ હેતુની જમીન, રહેણાંક ઝોન, ઔદ્યોગિક ઝોન અને વર્તમાન ડેવલપમેન્ટ વિકાસને ધ્યાને રાખી સર્વે હાથ ધરાનાર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: સુરતમાં હાઉસિંગની જમીન પર ચાલતી હોસ્પિટલનો વિવાદ વકર્યો 

ગ્રામ્ય વિસ્તારમાં અસહ્ય જંત્રી લાદવામાં આવી છે

જે તે વિસ્તારની હાલની સ્થિતિ મુજબ સર્વે કરવામાં આવનાર હોઇ કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં અસહ્ય જંત્રી લાદવામાં આવી છે. જેમાં ચીખલી તાલુકાના ખુંધ, આલીપોર, જેવા ગામોનો સમાવેશ થાય છે. ત્યારે જંત્રીમાં યોગ્ય નિર્ણય લેવાય તેવો લોકોને આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. 11 વર્ષ બાદ અમલ બની રહેલી નવી જંત્રીમાં સ્થળ સ્થિતિને ધ્યાને રાખીને સર્વે કરવામાં આવશે તો મિલકતધારકોને ન્યાય મળશે.

Back to top button