ગુજરાત : ધોરણ-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર


- ધોરણ 12 સાયન્સમાં શિક્ષણ બોર્ડ દ્વારા ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા
- પ્રોવિઝનલ આન્સર કીની પણ જાહેરાત કરવામાં આવી છે
- ગણિત અને કેમેસ્ટ્રીમાં એક પ્રશ્ન ખોટો હતો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાને લઈને મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 12 સાયન્સમાં શિક્ષણ બોર્ડ દ્વારા ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે. આ સિવાય પ્રોવિઝનલ આન્સર કીની પણ જાહેરાત કરવામાં આવી છે.
જાણો કયા વિષયમાં ગ્રેસિંગ અપાયું
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાને થોડો જ સમય પસાર થયો છે. ત્યારે એક મહત્ત્વની માહિતી સામે આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના ગણિત, કેમેસ્ટ્રી વિષયમાં ગ્રેસ માર્ક આપવાની જાહેરાત કરવામાં આવી છે. બંને વિષયમાં 1-1 માર્ક ગ્રેસ કરવામાં આવશે.
ગણિત અને કેમેસ્ટ્રીમાં એક પ્રશ્ન ખોટો હતો
શિક્ષણ બોર્ડે જણાવ્યું કે, ગણિતમાં ગુજરાતી માધ્યમમાં એક પ્રશ્ન ખોટો હોવાના કારણએ 1 માર્ક ગ્રેસ કરવામાં આવ્યો છે. તેમજ કેમેસ્ટ્રીમાં હિન્દી માધ્યમમાં પણ એક પ્રશ્ન ખોટો હોવાના કારણે 1 માર્ક ગ્રેસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટમાં વધુ 8 જસ્ટિસની નિમણૂક, જાણો કોના નામની મળી મંજૂરી