- ઓનલાઈન અરજી કરવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે અનુરોધ કર્યો
- ખેડૂતો ઘરે બેઠા જ પોતાના મોબાઈલથી ઓનલાઈન અરજી કરી શકશે
- APMCમાં વેચનાર ખેડૂતોને એક કટ્ટાદિઠ રૂ.100 એટલે કે એક કિલોએ બે રૂપિયા મળશે
ગુજરાતમાં મુખ્યમંત્રીએ મંજૂર કરેલ ખેડૂતો માટે રૂ.330 કરોડના સહાય પેકેજનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં લાલ ડુંગળી, બટાટા પકવતા ખેડૂતો સહાય માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ રાજ્ય બહાર નિકાસ, કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ માટે સહાય મળશે. જેમાં ખેડૂત પોર્ટલને અરજી માટે ખુલ્લી મુકી દેવાયુ છે.
આ પણ વાંચો: અમદાવાદ: AMCએ વન-ટાઈમ સેટલટમેન્ટ સ્કીમ મહિનો લંબાવી
ઓનલાઈન અરજી કરવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે અનુરોધ કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાલ ડુંગળી અને બટાટા પકવતા ખેડૂતો માટે મંજૂર કરેલા રૂ.330 કરોડના સહાય પેકેજનો અમલ શરૂ થઈ ગયો છે. જેના માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે અનુરોધ કર્યો છે. લાલ ડુંગળી અને બટાટા પકવતા ખેડૂતોને સહાયની રકમ સીધી બેંક એકાઉન્ટમાં મળી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલને અરજી માટે ખુલ્લી મુકી દેવાયુ છે.
આ પણ વાંચો: ગુજરાત: કંડલા-દિલ્હી વચ્ચે આ તારીખથી પુનઃ વિમાની સેવા શરૂ થશે
ખેડૂતો ઘરે બેઠા જ પોતાના મોબાઈલથી ઓનલાઈન અરજી કરી શકશે
ખેડૂતો ઘરે બેઠા જ પોતાના મોબાઈલથી અથવા તો ગ્રામ પંચાયતની કચેરીએ VCE મારફતે ઓનલાઈન અરજી કરી શકશે. કૃષિ મંત્રી રાધવજી પટેલે કહ્યુ કે, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં બટાટા- ડુંગળી પકવતા તેમજ પાટણ અને વડોદરા જિલ્લામાં બટાટા પકવતા ખેડૂતો આ યોજનામાં પોતાના ઉત્પાદનોને રાજ્યબહાર નિકાસ માટે તેમજ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ માટે વિવિધ સ્તરની સહાયને પાત્ર રહેશે. સૌરાષ્ટ્રમાં લાલ ડુંગળી APMCમાં વેચનાર ખેડૂતોને એક કટ્ટાદિઠ રૂ.100 એટલે કે એક કિલોએ બે રૂપિયા અને લાભાર્થી દિઠ વધારેમાં વધારે 500 કટ્ટા અથવા રૂ.50 હજારની મર્યાદામાં સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
જ્યારે બટાટાના ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ માટે પ્રતિ કીલોએ એક રૂપિયો અને એક કટ્ટાદિઠ રૂ.50 તે વધુમાં વધુ 600 કટ્ટાની મર્યાદામાં સહાયને પાત્ર રહેશે. બટાટાના વધુ ઉત્પાદનના પરિણામે તેના બજાર ભાવ ઓછા હોવાથી રાજ્ય સરકારને આ બાબતે મદદ કરવા વિવિધ રજૂઆતો કરાઈ હતી. જેના આધારે સરકારે આ બાબતે નિર્ણય લીધો હતો.