ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: જો તમને પાર્ટટાઇમ જોબ ઓફરનો ફોન આવે તો સાવધાન

  • ગઠિયાઓએ મહિલા પાસે એકાઉન્ટ ખોલાવ્યુ હતુ
  • મહિલાએ જોબ ઓફરની લાલચમાં રૂપિયા 47.69 લાખ ગુમાવ્યા
  • ચાર અજાણ્યા ગઠિયા સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

જો તમને પાર્ટટાઇમ જોબ ઓફરનો ફોન આવે તો સાવધાન રહેજો. જેમાં અમદાવાદના નારણપુરાની મહિલાએ પાર્ટટાઇમ જોબ ઓફરની લાલચમાં રૂપિયા 47.69 લાખ ગુમાવ્યા છે. મેકમાય ટ્રીપના એજન્ટની ઓળખ આપી ગઠિયાઓએ રૂપિયા પડાવ્યા છે. તથા મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગઠિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમા વહેલી પૂર્ણ, જાણો કેમ ભાવિકો બહાર નીકળવા માટે ધસી પડયા

પાર્ટ ટાઇમ જોબ કરીને વધુ રૂપિયા કમાવાની લાલચમાં રૂ. 47.69 લાખ ગુમાવ્યા

ગઠિયાઓએ મહિલા પાસે એકાઉન્ટ ખોલાવ્યુ , બાદમાં ગ્રુપમાં એડ કરી હતી. નારણપુરાની મહિલાએ પાર્ટ ટાઇમ જોબ કરીને વધુ રૂપિયા કમાવાની લાલચમાં રૂ. 47.69 લાખ ગુમાવ્યા હતા. નારણપુરામાં 32 વર્ષીય ધ્વનીબેન વાજા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત 3 જાન્યુઆરીએ ઘરે હતા ત્યારે મોબાઇલ ફોન પર અજાણ્યા નંબર પરથી સંદિપ નામના શખ્સનો મેસેજ આવ્યો હતો. પોતે પ્લેસમેન્ટ ઇન્ડિયા દિલ્હીમાંથી બોલે છે અને પાર્ટ ટાઇમ જોબ માટેની ઓફર આપીને રોજના 2200 રૂપિયા કમાવાની લાલચ આપી હતી. લાલચમાં આવીને ધ્વનીબેને પાર્ટટાઇમ જોબ કરવા હા પાડી હતી. જે બાદ સવાની ગુપ્તા નામની વ્યક્તિએ પોતે મેક માય ટ્રીપમાં એજન્ટ છે અને મેકમાય ટ્રીપની કંપનીમાં ટુર પેકેજમાં રેટિંગ પર કમિશન આપશે તેમજ જુદા-જુદા ટાસ્ક પેટે રોકાણ કરવાથી વધુ વળતર આપવાની લાલચ આપી હતી.

આ પણ વાંચો: ગુજરાતની ફાર્મા કંપનીઓએ રોકાણકારોની ઇન્વેસ્ટમેન્ટની હેલ્થ વધારી, જાણો કેવી રીતે 

ગઠિયાઓએ મહિલા પાસે એકાઉન્ટ ખોલાવ્યુ હતુ

ગઠિયાઓએ મહિલા પાસે એકાઉન્ટ ખોલાવ્યુ હતુ. જે બાદ ગ્રુપમાં એડ કરી હતી. અને બાદમાં રેટિંગ અને પ્રિમિયમ ટાસ્ક પેટે કુલ રૂ. 47.69 લાખ પડાવી દીધા હતા. ત્યારે વિશ્વાસ કેળવવા શરૂઆતમાં થોડા રૂપિયા પરત આપ્યા હતા. જે બાદ મહિલાએ ભરેલ રૂપિયા પરત માંગતા ગઠિયાઓએ બેકિંગ અને ઇન્સ્યોરન્સ રેગ્યુરેટરીએ તમારા રૂપિયા બ્લોક કર્યા છે કહીને વધુ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદ મહિલાએ મેકમાય ટ્રીપની ઓફ્સિે જઇને આ અંગે વાત કરતા અમે કોઇ આવા એજન્ટ રાખ્યા નથી કે આવી કોઇ પોલીસી નથી. જેથી મહિલાને ફ્રોડ થયા હોવાની જાણ થઇ હતી. આ અંગે મહિલાએ ચાર અજાણ્યા ગઠિયા સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

Back to top button