ગુજરાત: વીમા પોલીસીના પેમેન્ટનો ફોન આવે તો સાવધાન રહેજો, નહિં તો એકાઉન્ટ થશે ખાલી
- ટેકનિકલ સર્વેલન્સના આધારે સાયબર ક્રાઇમની ટીમે ઠગ ટોળકીને પકડી
- 50 હજારની પોલીસી કેન્સલ કરાવવામાં વૃદ્ધના 97 લાખ પડાવી લીધા
- સાયબર સેલની ટીમે 2 મહિલા સહિત 8 ઠગની ટોળકીની ધરપકડ કરી
ગુજરાતમાં વીમા પોલીસીના પેમેન્ટનો ફોન આવે તો સાવધાન રહેજો, નહિં તો એકાઉન્ટ થશે ખાલી. પોલીસી રદ્દ કરાવવાને નામે છેતરપિંડીનું રેકેટ ચાલી રહ્યું છે. જેમાં ગાજીયાબાદથી કોલ સેન્ટર પકડાયું છે. તેમાં સાયબર સેલની ટીમે 2 મહિલા સહિત 8 ઠગની ટોળકીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદ: રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિ ચલાવતા હોય તો ચેતજો
50 હજારની પોલીસી કેન્સલ કરાવવામાં વૃદ્ધના 97 લાખ પડાવી લીધા
50 હજારની પોલીસી કેન્સલ કરાવવામાં વૃદ્ધના 97 લાખ પડાવી લીધા હતા. જેમાં ઠગાઇનો અહેસાસ થતા વૃદ્ધે સુરત સાયબર સેલમાં ફરિયાદ આપી હતી. વીમા પોલીસી રદ્દ કરાવવાના નામે લોકો સાથે છેતરપિંડી આચરવાના રેકેટનો સાયબર સેલે પર્દાફાશ કર્યો હતો. યુપી-ગાજીયાબાદના કોલ સેન્ટરમાં દરોડા પાડી 2 મહિલા સહિત 8 જણાની ટોળકીને પકડી પાડી કોમ્પ્યુટર, મોનિટર સહિતની સામગ્રી કબ્જે કરાઇ હતી. અડાજણમાં રહેતા 62 વર્ષીય ગોરધનભાઇએ જાન્યુઆરી-14માં ફ્યુચર જનરાલી કંપનીની 21 અને 29 હજારની બે પોલીસી લીધી હતી. 2016માં તેઓ આ પોલીસી કેન્સલ કરાવવા માંગતા હતા, પરંતુ કંપનીએ હાથ ઉંચા કરી દેતાં આ કંપની વિરૂદ્ધ ફરિયાદ અને પોલીસી કેન્સલ કરવાના ઇરાદે ગુગલ ઉપરથી નંબર મેળવી ત્યાં ફોન કર્યો હતો. યુવતી સહિત અલગ-અલગ 15 વ્યક્તિઓએ કોલ કરી વિવિધ ચાર્જના નામે રૂપિયા 97.17 લાખ પડાવી લીધા હતા. ઠગાઇનો અહેસાસ થતા વૃદ્ધે સાયબર સેલમાં ફરિયાદ આપી હતી.
આ પણ વાંચો: ગુજરાત: કચ્છમાં રૂ.194 કરોડના ડ્રગ્સ કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા
ટેકનિકલ સર્વેલન્સના આધારે સાયબર ક્રાઇમની ટીમે ઠગ ટોળકીને પકડી
દરમિયાન ટેકનિકલ સર્વેલન્સના આધારે સાયબર ક્રાઇમની ટીમે ઠગ ટોળકીને પકડી પાડી હતી. યુપીના ગાજીયાબાદમાં કૌશાંબી ગામે એન્જલ મેગા મોલમાં દરોડા પાડયા હતા. અહીં ચોથા માળે કોલ સેન્ટરની આડમાં ઠગ ટોળકી ગોરખધંધા કરતી હતી. પોલીસે મોહમંદ રાશીદ મોહમંદ નફીસ રફીક અહમદ, મજહર અલી અનવર અલી, રાહુલ સતિષ કુમાર, ઉસ્માન અલી નૌશાદ અલી પઠાણ, મોબીન મોહમંદ નૌશાદ જમીલ, આકાશ પ્રવિણ રાજપુત, તારાસીંગ પંકજસીંગ અને નસિમ ઇકરાર છોટેખાનની ધરપકડ કરી હતી. પોલીસે કોલે સેન્ટરમાંથી 5 મોનિટર, 1 સીપીયુ, 4 સ્પલીટર, 2 રાઉટર, 22 મોબાઇલ, 2 પેન ડ્રાઇવ અને 10 એટીએમ કાર્ડ કબ્જે લીધા હતા.