ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: RTEમાં ફોર્મ ભરાવાના બાકી હોય તો જલ્દી ભરજો, છેલ્લી તારીખમાં વધારો કરાયો

Text To Speech
  • અત્યાર સુધીમાં 2.08 લાખ જેટલા ફોર્મ ભરાયાં હોવાનું જાણવા મળ્યું
  • ગત તા.14 માર્ચથી શરૂ થયેલી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ
  • જાહેર રજાઓ આવતાં ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ

ગુજરાતમાં RTEમાં ફોર્મ ભરાવાના બાકી હોય તો જલ્દી ભરજો, છેલ્લી તારીખમાં વધારો કરાયો છે. તેમજ જાહેર રજાઓ આવતાં ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ છે. અમુક વિદ્યાર્થીઓના ફોર્મ એક કરતા વધુ વખત ભરાયા હોવાના લીધે પણ આંકડો વધુ ઉંચો જણાઈ રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: નાગરિકોને નહીં મળે કાળઝાળ ગરમીથી રાહત, જાણો તાપમાનના આંકડા

અત્યાર સુધીમાં 2.08 લાખ જેટલા ફોર્મ ભરાયાં હોવાનું જાણવા મળ્યું

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં ધોરણ 1માં કુલ 43 હજારથી વધુ બેઠક માટે ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેની મૂદત આજે પૂર્ણ થઈ હતી. પરંતુ વચ્ચે જાહેર રજાઓ આવી જતાં ફોર્મ ભરવાની મૂદત 30મી માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધીમાં 2.08 લાખ જેટલા ફોર્મ ભરાયાં હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: USA:ફ્લોરિડામાં 14થી ઓછી વયના બાળકો નહીં ચલાવી શકે સોશિયલ મીડિયા!

ગત તા.14 માર્ચથી શરૂ થયેલી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ

આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે ગત તા.14 માર્ચથી શરૂ થયેલી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. ફોર્મ ભરવાની કાર્યવાહી દરમિયાન અનેક રજા આવવાના લીધે વાલીઓને ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવામાં વિલંબ થયો હતો. જેના પગલે તેઓ ફોર્મ ભરી શક્યા ન હોવાની રજૂઆતો શિક્ષણ વિભાગને મળી હતી. જેથી હવે RTEના ફોર્મ ભરવાની મુદ્દત 30 માર્ચના રોજ રાતના 12 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે. RTEની પ્રવેશ કાર્યવાહીમાં 43 હજાર જેટલી બેઠકો માટે અત્યાર સુધી 2,08,158 જેટલા ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળે છે. શક્યતા એવી પણ છે કે, અમુક વિદ્યાર્થીઓના ફોર્મ એક કરતા વધુ વખત ભરાયા હોવાના લીધે પણ આંકડો વધુ ઉંચો જણાઈ રહ્યો છે.

Back to top button