ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: યાત્રાધામ પાવાગઢના મંદિરે જવાનો પ્લાન હોય તો આ વાંચી લેજો

Text To Speech
  • મંદિરમાં માતાજીના આભૂષણોની ચોરીની ઘટના થઇ હતી
  • પોલીસે આરોપી વિદુર ચંદ્રસિંહ વસાવા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી
  • મંદિરના શુદ્ધિકરણ માટે મંદિરના દ્વાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો

યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિરમાં માતાજીના આભૂષણોની ચોરીની ઘટના થઇ હતી. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ ઈન્ટેલિજન્સની મદદથી આરોપી વિદુર ચંદ્રસિંહ વસાવા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. જે મુળ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસરપુરનો વતની છે.

મંદિરના શુદ્ધિકરણ માટે મંદિરના દ્વાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો

આરોપી પાસેથી 78 લાખની રકમના સોનાના છ હાર અને સોનાના ઢાળ ચડાવેલા બે મુગુટ પણ જપ્ત કરાયા છે. આ ઘટનાને પગલે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ચોરીની ઘટના બાદ મંદિરના વહીવટી તંત્ર દ્વારા મંદિરના શુદ્ધિકરણ માટે મંદિરના દ્વાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોરીની ઘટના બાદ તંત્ર દ્વારા મંદિરના શુદ્ધિકરણનો લેવામાં આવ્યો છે. જેમાં આજ સાંજના 4 વાગ્યાથી 9 નવેમ્બર સવારે 6 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે.

પૂજારીઓ દ્વારા મંદિરના શુદ્ધિકરણ માટે પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે

આ દરમિયાન પૂજારીઓ દ્વારા મંદિરના શુદ્ધિકરણ માટે પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે. વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિરમાં માતાજીના આભૂષણોની ચોરી થઈ હતી. મંદિરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. આ મામલે પાવાગઢ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસને અંતે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ ઈન્ટેલિજન્સીની મદદથી વિદુર ચંદ્રસિંહ વસાવાની ધરપકડ કરવામાં આવી છે. જે મુળ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસરપુરનો વતની છે. તેની પાસેથી 78 લાખની રકમના સોનાના છ હાર અને સોનાના ઢાળ ચડાવેલા બે મુગુટ પણ જપ્ત કરાયા છે. આરોપીએ ચોરી કરેલો સામાન એક ટ્રકમાં સંતાડ્યો હતો તેવો ખુલાસો થયો છે.

આ પણ વાંચો: અમદાવાદ મહાનગર પાલિકાએ કેન્દ્ર સરકારની વય વંદના કાર્ડ યોજના અમલમાં મુકી

Back to top button