અમદાવાદઃ ભોજનમાં જીવાત નીકળવાનું યથાવત; રખિયાલની સિટી પોઇન્ટ રેસ્ટોરન્ટનાં ભોજનમાંથી જીવડું નીકળ્યું


અમદાવાદ 21 જુલાઈ 2024 : અમદાવાદ શહેરની રેસ્ટોરન્ટમાં વારંવાર ભોજનમાં જીવાત નીકળતી હોવાની ઘટના સામે આવતી હોય છે. તાત્કાલિક ધોરણે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે પરંતુ હજુ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો હોવાનું સામે આવતું નથી ત્યારે વધુ એક વખત અમદાવાદના રખિયાલ વિસ્તારના અજીત મીલ ચાર રસ્તા પાસે આવેલી સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાંથી બેબી શાવરનાં પ્રસંગમાં ખાવાની દાલફ્રાયમાં વંદો નીકળતા વિવાદ વકર્યો છે.
કસૂરવાર રેસ્ટોરન્ટ ધારકો સામે કડક કાર્યવાહીની માંગ
અમદાવાદમાં ભોજનમાં જીવાત નીકળવાનું યથાવત રહેતા સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે પણ અમદાવાદમાં આવા કિસ્સા વારંવાર સામે આવ્યાં છે. ત્યારે ફરી એકવાર મોંઘી રેસ્ટોરન્ટમાં આરોગ્યનું જોખમ સેવાઈ રહ્યું છે કારણ કે આ વખતે રખિયાલમાં આવેલી સિટી પોઇન્ટ રેસ્ટોરન્ટમાં દાલફ્રાયમાં વંદો નીકળતા વિવાદ વકર્યો છે. રેસ્ટોરન્ટ ધારકો સ્વચ્છતામાં બેદરકારી રાખતા હોવાનું સામે આવ્યું આવ્યું છે. ત્યારે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભોગ બનેલ ગ્રાહકે ફરિયાદ કરી છે જેમાં કસૂરવાર રેસ્ટોરન્ટ ધારકો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો : સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો દ્વારા ફી મુદ્દે ખૂલ્લી લૂંટ; માંગ સ્વીકારો નહિતર હલ્લાબોલ કરીશું: NSUI