ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: ATM મશીનમાં રૂપિયા ઉપાડવા જતાં હોય તો આ સમાચાર ખાસ વાંચો, નહિ તો છેતરાશો!

Text To Speech
  • ગુજરાત, મહારાષ્ટ્ર અને ઓરિસ્સા સહિત દેશભરમાં 25થી વધુ ગુના આચર્યા
  • અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છ ગુનાઓમાં અગાઉ ઝડપાયો
  • કુલ 21 એટીએમ કાર્ડ સાથે કુલ રૂ. 1.04 લાખનો મુદ્દામાલ કબ્જે

ગુજરાતમાં ATM મશીનમાં રૂપિયા ઉપાડવા જતાં હોય તો આ સમાચાર ખાસ વાંચો, નહિ તો છેતરાશો! એટીએમ મશીનમાં મદદ કરવાના બહાને કાર્ડ બદલી ઠગાઈ આચરતો ઠગ ઝડપાયો છે. જેમાં બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવા માટે છેતરપિંડી આચરતો હતો. તેમજ જુદી જુદી બેંકના 21 ATM કાર્ડ મળ્યા છે.

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવશે, જાણો આજનો સંપૂર્ણ કાર્યક્રમ 

ગુજરાત, મહારાષ્ટ્ર અને ઓરિસ્સા સહિત દેશભરમાં 25થી વધુ ગુના આચર્યા

ગુજરાત, મહારાષ્ટ્ર અને ઓરિસ્સા સહિત દેશભરમાં 25થી વધુ ગુના આચર્યાનું ખુલ્યું છે. દેશના જુદા-જુદા રાજ્યોમાં એટીએમ મશીનમાં જઈને વ્યક્તિઓને રૂપિયા ઉપાડવામાં મદદ કરવાનું કહીને એટીએમ કાર્ડ બદલીને અન્ય એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડીને ઠગાઈ આચરતો આંતરરાજ્ય ચોરને પોલીસે લાલ દરવાજા પાસેથી ઝડપી પાડયો છે, જેમાં આરોપી પાસેથી પોલીસે જુદી-જુદી બેન્કના કુલ 21 એટીએમ કાર્ડ સાથે કુલ રૂ. 1.04 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં માવઠાના કારણે ઠંડીમાં આંશિક ઘટાડો, ખેડૂતોની ચિંતા વધી

અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છ ગુનાઓમાં અગાઉ ઝડપાયો

આરોપીની પૂછપરછ કરતા મોજશોખ માટે એટીએમ કાર્ડથી બ્રાન્ડેડ વસ્તુઓની ખરીદી કરી લેતો હતો. ત્યારે આરોપી સામે મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ગુજરાતમાં 25થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદ તેમજ ગાંધીનગરમાં એટીએમ મશીનમાં ગયેલા લોકોને મદદ કરવાના બહાને કાર્ડ બદલીને ઠગાઈ કરતા ઓરિસ્સાના સંભવ આચાર્યને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો છે, જેમાં તેની પાસેથી પોલીસે અલગ અલગ બેંકના કુલ 21 એટીએમ કાર્ડ, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1.04 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની પૂછપરછ કરતા તેને દેશભરમાં આવા અનેક ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી. સાથે જ તેને બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવાનો શોખ હોવાથી તે લોકો સાથે ઠગાઇ કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી ઓરિસ્સામાં 18 તથા મહારાષ્ટ્રના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છ ગુનાઓમાં અગાઉ ઝડપાઇ ચૂક્યો છે.

Back to top button