ગુજરાત: જો તમે પાવાગઢ મંદિરે દર્શન માટે જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો
- શ્રાવણના પહેલા દિવસથી છ દિવસ સુધી રોપ-વે સુવિધા બંધ
- મહાકાળી મંદિરે લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઊમટી પડે છે
- યાત્રાળુઓએ માચીથી આગળની યાત્રા ફરજિયાત પગથિયાં ચડીને કરવાની રહેશે
જો તમે પાવાગઢ મંદિરે દર્શન માટે જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો. જેમાં પાવાગઢ મંદિરે જતા માઈભક્તો માટે મહત્વના સમાચાર છે. તેમાં પાવાગઢમાં 6 દિવસ માટે રોપ-વે સેવા બંધ રહેશે. જેમાં 5થી 10 ઓગષ્ટ સુધી રોપ-વે સેવા બંધ રાખવામાં આવશે. તેમાં મેઈન્ટેનન્સની કામગીરીને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સુરતમાં રોગચાળો ફેલાયો, ઝાડા,ઉલટીના પગલે 6 મહિનાના બાળક સહિત 3ના અત્યાર સુધી મૃત્યુ
મહાકાળી મંદિરે લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઊમટી પડે છે
પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં આવેલી શક્તિપીઠ મહાકાળી મંદિરે લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઊમટી પડે છે. વૃદ્ધો, વડીલો, અને નાનાં બાળકો મંદિર સુધી પહોંચવા રોપ વેની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે હવે શ્રાવણ મહિના પહેલા છ દિવસ મેન્ટેનન્સને કારણે માચીથી મંદિર વચ્ચે ઊભી કરવામાં આવેલી રોપ વે સુવિધા બંધ રહેશે.આગામી 5મી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ દરમિયાન મેન્ટેનન્સને કારણે મહાકાળી મંદિરે પહોંચવા રોપ વે સુવિધા બંધ રાખવામાં આવી છે. અને 11મી ઓગસ્ટથી રોપ-વે સુવિધા રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. માચીથી ડુંગર સુધીની યાત્રા પગપાળા અને રોપ વે દ્વારા કરવામાં આવે છે. ત્યારે આગામી શ્રાવણ સુદ એકમ એટલે કે શ્રાવણ મહિના પહેલા દિવસથી શ્રાવણ સુદ છઠ સુધી યાત્રાળુઓ માટે રોપ-વે સેવા બંધ રહેશે.
શ્રાવણના પહેલા દિવસથી છ દિવસ સુધી પાવાગઢ ડુંગર ઉપર જવા માટે રોપ વે સુવિધા બંધ
આવતી કાલથી આગામી 6 દિવસ માટે રોપ વે સેવા બંધ રહેશે. તેમાં તારીખ 5 ઓગષ્ટથી 10 ઓગષ્ટ સુધી રોપ વે સેવા બંધ રહેશે. રોપ વે સેવા પૂરી પાડતી ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમાં મેઈન્ટેનન્સની કામગીરીને ધ્યાને રાખી રોપ વે સેવા બંધ રહેશે. માઈ ભક્તોને રોપ-વે બંધ રહેશે ત્યાર સુધી પગથિયાં ચઢી નિજ મંદિર દર્શન કરવા જવુ પડશે. શ્રાવણના પહેલા દિવસથી છ દિવસ સુધી પાવાગઢ ડુંગર ઉપર જવા માટે રોપ વે સુવિધા બંધ રહેતા આ દિવસો દરમિયાન મહાકાળી માતાજીનાં દર્શને આવતા યાત્રાળુઓએ માચીથી આગળની યાત્રા ફરજિયાત પગથિયાં ચડીને કરવાની રહેશે. પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક ડુંગર છે. આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલુ ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે.